પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અષ્ટગ્રહીનાં એંધાણ
૮૫
 

 તમે બૈરાંલોક શું સમજો ?’

‘અમે તો દીવા જેવું સમજીએ કે દેવાળિયાને ઘેર દીકરી ન અપાય.’

‘આનું નામ જ સ્ત્રીહઠ.’

‘જે કહો તે. હું મારી પેટની જણીને આવા દેવાળિયાને ઘેર નહિ જવા દઉં.’

ટેલિફોનની ઘંટડી રણકતી જ રહી. હવે તો સર ભગન પણ નાણાંબજારના અહેવાલો અને અફવાઓથી કંટાળી ગયા. રિસીવરનું ભૂંગળું સેવંતીલાલને સોંપી દીધું.

‘તમે સાંભળો આ ફોન. ખાસ કાંઈ જાણવા જેવું હોય તો મને વાત કરજો.’

સેવંતીલાલે એક જાણવા જેવી વાત સર ભગનને કહી સંભળાવી :

‘બજારમાં અફવા છે કે પ્રકાશશેઠે ઝેર ખાધું છે.’

‘બને જ નહિ,’ સર ભગન બોલ્યા, ‘પ્રકાશશેઠના લેણદારોએ ખાધું હશે.’

‘નહિ શેઠ, આ તો જોરદાર અફવા છે કે પોલીસ ધરપકડ કરવા આવે એ પહેલાં જ પ્રકાશશેઠે આપઘાત કરી નાખ્યો.’

‘બને જ નહિ. આપઘાત તો પેલા ઉઘરાણીવાળાઓ કરશે. પ્રકાશશેઠ તો સો વરસ જીવશે.’

ફોન ઉપર સેવંતીલાલ જે સાંભળતા હતા એ અફવાઓ હતી, ત્યારે સર ભગન જે કહેતા હતા એમાં સ્વાનુભવની સચ્ચાઈનો રણકો હતો. પ્રકાશશેઠે આપઘાત કરવાની શી જરૂર છે? આપઘાત તો કરે એમના નાહી બેઠેલા લેણદારો.

છતાં આવી આવી અફવાઓ સાંભળીને સર ભગનને ઘડીવાર તો થઈ ગયું કે હું પોતે જ પ્રકાશશેઠને ત્યાં જઈને સાચી ખોટી વાત શી છે એની જાતતપાસ કરી આવું. પણ શ્રીભવનના બંગલાની