લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરમેશ્વરે અમારા રક્ષણ વાસ્તે જ અંગ્રેજનું રાજ્ય ગુજરાતમાં મોકલ્યું છે.


રણછોડજી દીવાન

એ કવિ જુનાગઢના નવાબનો દિવાન. જાતે વડનગરો નાગર સંવત ૧૮૭૮માં હયાત હતો. તેણે ચંડીપાઠના ઊપર સારા છંદ બાંધેલા છે. તથા ઉરદુભાષામાં પણ તેણે ગ્રંથ રચેલા છે. અને રેખતા, ઠુમરી વગેરે ગાવાની કવિતા પણ તેણે રચેલી છે. એ કવિ પોતાના શ્રીમંતપણા કરતાં, અને દિવાનગિરી કરતાં પણ કવિતાની આબરૂ ઉત્કૃષ્ટ માનતો હતો, એવું અફવાઈથી સાંભળ્યું છે. તે દેવીનો ઉપાસક હોય એવું તેની કવિતા ઊપરથી જણાય છે. કવિતા જોતાં તો તે ત્રીજા વર્ગના કવિયોમાં ગણવા લાયક છે. પણ બીજી હરેક વાતમાં તેની બુદ્ધિ ચંચળ ઘણી હતી એવું કહેવાય છે. શ્રીમંત અને અમલદારપણા સાથે કવિપણું હતું તે ઘણું શોભતું હતું. શ્રીમંતમાં થોડો સદ્ગુણ હોય તે ઝાઝા દેખાય છે, કેટલાએક લોકો કહે છે કે તેણે ઘણી કવિતા રચેલી છે. પણ વિગતવાર અમને ખબર નથી તેથી આ ઠેકાણે લખી શકતા નથી.


મુક્તાનંદ

એ કવિ કાઠીઆવાડના ગઢડાનો સાધુ સંવત ૧૮૮૦માં હયાત હતો. અસલથી તે રામાનંદી સંપ્રદાયનો ઘરબારી વૈરાગી હતો. અને સ્વામિનારાયણના ગુરૂ રામાનંદસ્વામી હતા. તેનો શિષ્ય હતો. પછી તેણે સ્ત્રીનો ત્યાગ કર્યો. તેના ગુરૂએ દેહ મુક્યા પછી, તે ગુરૂના કેટલાએક શિષ્યો સ્વામિનારાયણને મહતપુરુષ જાણીને તેનેજ ગુરૂ માનવા લાગ્યા. ત્યારે મુક્તાનંદે પણ સ્વામીનારાયણને ગુરૂ માન્યા. અને ૫૦૦ પરમહંસોમાં મુક્તાનંદ મુખ્ય ગણાયો. પ્રથમ સ્વમીનારાયણનું મત વેદાંત ઊપર હતું. ત્યારે મુક્તાનંદે ગુજરાતી ભાષામાં તથા વ્રજભાષામાં, વેદાંત મતની કવિતા કરી હતી. પછી જ્યારે સ્વામીનારાયણે ઉપાસના માર્ગ ચલાવ્યો, ત્યારે તેણે ઉપાસના માર્ગની કવિતા કરી. તેના રચેલા ધર્મતત્વસાર વગેરે જુના ગ્રંથો તથા પદો અપ્રસિદ્ધ થઈ ગયાં, જે કોઈક જ ઠેકાણે જોવામાં આવે છે. અને ઉપાસના માર્ગના ઉધવગીતા, ધર્માખ્યાન, સતિગીતા, રૂકમણી વિવાહ, કૃષ્ણપ્રસાદ વગેરે ગુજરાતી ભાષામાં રચેલા ગ્રંથો તથા વિવેકચિંતામણી, સતસંગશિરોમણી વગેરે હિંદુસ્તાની ભાષામાં રચેલા ગ્રંથો પ્રસિદ્ધ છે. અને છુટક મળતાં પદનાં પુસ્તક બે ગઢડામાં મેં નજરે જોયાં છે, તેમાં વ્રજભાષાનાં નવહજાર પદનું એક પુસ્તક છે, અને ગુજરાતી ભાષાનાં નવહજાર પદનું બીજું એક પુસ્તક છે. કહે છે કે તેણે સંસ્કૃત અભ્યાસ સારો કર્યો હતો. સ્વામીનારાયણનો સંપ્રદાય મુક્તાનંદ અને બ્રહ્માનંદની મદદથીજ ચાલ્યો એવું બીજા મતના લોકો માનતા હતા. મુક્તાનંદનો સ્વભાવ ગંભીર હતો. નીચે બામણે અને બહુ સ્વરૂપવાન હતું. તેને શરોદો બજાવીને કવિતા ગાવાનો અભ્યાસ હતો. તે જ્યાં જ્યાં ફરવા જાય તેની સાથે ઓછામાં ઓછા પચીશ