લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હયાત હતો. ગોંસાઈજીનો શિષ્ય હતો. તેણે વ્રજભાષામાં, હિંદુસ્તાનીમાં, ઉરદુમાં અને મરાઠીભાષામાં પણ પદ રચેલાં છે. લોકો કહે છે કે તેણે વ્રજભાષામાં ૭૦૦ દોહરાની સતસાઈ રચેલી છે અને તેનાં પદ આશરે ૫૦૦૦ રચેલાં છે. તેમાં ગુજરાતીભાષાનાં ૨૫૦૦ પદ હશે એવું આશરેથી માલમ પડ્યું છે. તેની વાણીમાં મીઠાશ છે. તે કવિ પેહેલા વર્ગમાં ગણાય છે; તોપણ પ્રેમાનંદની કે શામળભટની બરાબરી તો ક્યાંથી થાય? પણ વલ્લભભટની બરાબર તેની કવિતા કહેવાય નહીં, એવું તેની કવિતાની રચના જોતાં માલમ પડે છે. ગુજરાતમાં ગોંસાઈજીના શિષ્યો ઘણા છે. તેથી તેની કવિતા ગાનારને આશ્રય મળે છે, એટલે તેનો ફેલાવ ઘણો થાય છે. તેથી બીજા કવિની કવિતા સાંભળી ન હોય તેવા લોકો દયારામની કવિતાને વધારે વખાણે છે. દયારામ સરોદો, સતાર વગેરે બજાવીને કવિતા ગાઈને લોકોને રંજન કરતો હતો અને હાલ પણ કેટલાએક તેના શિષ્યો એ જ ધંધો કરે છે. દયારામ દક્ષણમાં ફરેલો તથા દક્ષણીઓના પ્રસંગમાં રહેલો જણાય છે; કારણ કે દક્ષણી રાગમાં તેણે કેટલીએક કવિતા રચેલી છે. નર્મદા કાંઠે ચાણોદ કન્યાળીમાં પણ તે ઘણું રહેતો હતો. ગોંસાઈજીના શિષ્યો તેના ગુરૂની પેઠે માનતા હતા. તેણે રાધાકૃષ્ણની લીલા વિષે ઘણી કવિતા કરેલી છે. કેટલાએક લોકો એવું કહે છે કે નરસિંહ મેહેતાને કૃષ્ણની લીલા ગાવાની ઈછા અધુરી રહી ગએલી માટે તેણે ફરીથી દયારામનો અવતાર લીધો. દયારામની કવિતાનાં સારાં પદ લઈને મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે એક ચોપડી છપાવેલી છે. સાંભળ્યું છે કે દયારામને એક દીકરી હતી, પણ દીકરો નહોતો. દયારામની ગુજરાતી સગળી કવિતામાં આ નીચે લખેલું પદ લોકો બહુ વખાણે છે.

ચાલઘેલી અલબેલી પ્યારી રાધે.
તને તારો કાન બોલાવે, તને ઘનશામ બોલાવે,
તને તારો પિયું બોલાવે, સરસ સમો સાધે સાધે; ચાલ

નથી તુજ સમા કોઈ અખિલ વિશ્વવામાં,
રાચી સાવિત્રી ઉંમા રમા રામા,
તે પણ નહિં સમોવડ અવર કોણ કામા,
તારી તુલ્યના, તારી તુલ્યના એક તુંજ, વ્રજભૂપ
તું તદ્રૂપ, ગુણ સ્વરૂપ, વાસકૂપ, અખ્ય ભૂપ, સકૃત રૂપ,
બેહુ અનુપ, ગતિ અગાધે અગાધે. ચાલ. ૧

કેસરી આમીષ તજી તૃણ કેમ ખાએ,
સ્વાતી સલીલ ચણ ન ચાતક તરસ જાએ,
વન વિશાખા અગ્રભુજ સીપ ચહાએ,