પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ દૃષ્ટાંત, એ દૃષ્ટાંત અરથ આણ, ધ્યાન ગાન,
મૂકી માન, પ્રીતમ કહાન, દે રસદાન, અધરપાન,
ભાગ્યવાન, ન કો આજ, તું સમાન, સુતાભાન.
તજી ઉપાધે ઉપાધે. ચાલ ૨

સલીલ હીન મીન જીવે ને કોય, ઝપ વિહીન થયું બગડે તે તોય,
તડિત મેઘ મેઘતડિત વણ ન સોય,
કરિજો, કરિજો રૂદે વિચાર, વાર વાર, એજ સાર, માર્ય માર,
ધાર ધાર, સહુ શ્રૃંગાર, મકરવાર, નંદકુમાર,
પ્રાણ આધાર, નેં ઉર હાર, કર અબાધે અબાધે. ચાલ ૩

એમ કહિ પતિ રતિ અતિ સ્મૃતિ કરાવી,
સજાવ્યા શ્રૃંગાર જ્યમ ત્યમ સમજાવી,
લાવી લલિતા પટરાણીને પધરાવી,
સોંપી શ્યામા સોંપી શ્યામા, સુંદર શ્યામ, કરિ પ્રમાણે કહ્યું કે,
વળી વામ, કુંજધામ, પૂરણકામ, નિગમયામ,...
સો વિશ્રામ, તે ગુણગ્રામ, કથેઆમ, દયારામ, રોમાની
હર્ષ વાધે વાધે. ચાલ. ૪


નરભેરામ

એ કવિ ચાતુરવેદી મોટબ્રાહ્મણ, પેટલાદ પરગણાના પીજગામનો હતો. અમદાવાદ પાસે ગોમતીપુરમાં આવીને રહ્યો હતો. તેનો દીકરો હજી ગોમતીપુરમાં છે. નરભેરામ છોટાલાલજી મહારાજનો શિષ્ય હતો. તેણે કેટલીએક કવિતામાં છોટાલાલજીનું નામ પ્રસિદ્ધ કર્યું છે. તે ઘણું કરીને પુનમે પુનમે ડાકોરની જાત્રાએ જતો હતો. તેણે નરસિંહ મેહેતાના દીકરાનો વિવાહ, બોડાણાની મુછનાં પદ, સુરતી વિવાહ, છુટક પદ, ગરબીઓ, છપા વગેરે રચેલા છે. તે કવિ બીજો વર્ગમાં ગણવા લાયક છે. સંવત ૧૯૦૮માં તે હયાત હતો. તે જ્યારે દ્વારિકાની જાત્રાએ ગયો હતો, અને છાપ આપનારે પૈસા માગ્યા, ત્યારે તેણે નવાં પદ રચીને સંભળાવ્યાં, પણ પૈસા આપ્યા નહીં. તે પદ રમુજી છે તથા ડાકોરના રસ્તામાં કોળી લોકોએ તેને લુટ્યો હતો તેનું ધોળ તેણે રચેલું છે તે પણ રમુજી છે. પોતાની મરણતિથિનું પદ તેણે રચેલું છે.

એ કવિ ઝાઝો વિદ્વાન નહોતો, અને સંસ્કૃતનો કાંઈ પણ અભ્યાસ તેણે કરેલો નહીં, તેથી તેની કવિતા સાફ ગુજરાતી ભાષાની છે. કવિતાના ગ્રંથ ભણેલો નહીં તેથી કવિતામાં ચૂકો છે અને રસ અલંકાર પણ તેની કવિતામાં ઝાઝા નથી. તેની અવસ્થા ગરીબ હતી. અને તેની કવિતાથી લોકો રંજન થતા હતા. કોઈ ઠેકાણેથી તેને ઉઘરાણુ