પૃષ્ઠ:Gujarati Bhashana Kaviyono Itihas.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજા દોહરાનો અર્થ.

મારા મોઢાનું વચન જે મે તમને આપ્યું હતું, તે મને નિરાંતે પલંગમાં સુવા દેતું નોહોતું, અને મારા કુળની લાજ મને આડી આવતી હતી, તે આગળ ચાલવા દેતી નોહોતી. તેથી હે ઉદેરાજ, મારા ઘરના બારણાની અને પલંગની વચે જા-આવ કરતાં રાત ગઈ, અને સૂર્ય ઊગ્યો, પછી તે જતીએ તેને માફી આપી.

બીજી વાત ચાલે છે કે એ જ ઉદેરત્ને એક સાહુકાર પાસે દોહરો લખાવ્યો તેનું ખત: બોડિયા અક્ષર લખવાથી તે દોહરો પ્રસિદ્ધ થયો છે પણ હાલ મને યાદ નથી.