આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ: ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો ⬤ ૧૬૧
જ તટસ્થ વિવેચકોનો અભાવ છે. માત્ર ઉત્પલ ભાયાણીને જ તેમણે વિવેચક માન્યા છે, તે સિવાય કોઈ વિવેચક જ નથી. બીજું કારણ વર્તમાનપત્રોનો અભિગમ નાટકો પ્રત્યે માત્ર આર્થિક જ રહ્યો છે અને પ્રેક્ષકોની નાટ્યવિવેચન તરફ ઉદાસીનતા નાટ્યવિવેચન કોઈ વાંચતું જ નથી. ચંદ્રકાન્ત ઠક્કર નાટ્યવિવેચનનું મહત્ત્વ માત્ર કયું નાટક જોવા જેવું છે તેનું માર્ગદર્શન કરે તેટલું જ છે એમ માને છે. ચન્દ્રકાન્ત ઠક્કર સમીક્ષા નથી કરતા પરંતુ નાટ્ય પૂર્વેની તૈયારી કે અભિનેતા થવા પૂર્વે જે આવશ્યક હોય તે બાબતોનું માર્ગદર્શન કરે છે. આ ઉપરાંત નાટ્યવિદ્યા - શિક્ષણને ઉપકારક અન્ય પ્રાધ્યાપક – લેખમાં જનક દવે, યશવંત કેળકર, ચંદ્રવદન મહેતા, માર્કન્ડ ભટ્ટ આદિનાં પુસ્તકો નોંધપાત્ર છે. નાટ્યવિદ્યાનું માર્ગદર્શન કરતાં આ સહુ પુસ્તકોથી ય કદાચ ભવિષ્યની નાટ્યસમીક્ષાનાં ધોરણો ઘડાય તેવી અપેક્ષા છે.