પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩)

રમણ—પેલું લોઢાના સળિયા જેવું શું છે?

મગન—એ ત્રાક કહેવાય. એનાથીરૂ કતાય છે, અને તેની ઉપર જ પેલા તાંતણા વીંટાંય છે. એ તાંતણા સૂતરના તાંતણા કહેવાય.

રમણ—એ સૂતરના તાંતણા શા કામમાં આવે છે?

મગન-એ તાંતણાનાં લૂગડાં વણાય છે

રમણ—ત્યારે તો રેંટિયા બહુ કામનો.

મગન- હા, મારી બા રોજ કાંતે છે. તારી બા કાંતે છે ?

રમણ—ના, મારી બા કાંતતી નથી. મગનભાઈ, તમને કાંતતાં આવડે છે?