પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મનહર

છંદ : મનહર

બંધારણ :

  • પહેલી પંક્તિમાં ૧૬ અક્ષર.
  • બીજી પંક્તિમાં ૧૫ અક્ષર; છેલ્લો અક્ષર ગુરુ.

યતિ :

  • પહેલી પંક્તિમાં ૮ અને ૧૬ મે અક્ષરે.
  • બીજી પંક્તિમાં ૮ અને૧૫ મે અક્ષરે.

ઉદાહરણ :

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ; (૧૬ અક્ષર)
અન્યનું તો એક વાંકુ આપના અઢાર છે. (૧૫ અક્ષર)