પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મંદાક્રાંતા

છંદ : મંદાક્રાંતા

અક્ષર : ૧૭

બંધારણ : મ - ભ - ન - ત - ત - ગા - ગા

પહેલા ચાર અક્ષર ગુરૂ.

યતિ : ૪ અને ૧૦ મે અક્ષરે


ઉદાહરણ :

ગા ગા
બે ઠો બે ઠો સ ખિ સ હી ત હૂં મા લ તિ મં ડ પે ત્યાં

ઉદાહરણ:

ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને,
જોતાં ગાતો, શગડી પરનો, દેવતા ફેરવે છે.