પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ચોપાઈ

છંદ : ચોપાઈ

બંધારણ :
• ચાર ચરણ
• દરેક ચરણની ૧૫ માત્રા
• દરેક ચરણને અંતે લઘુ અને ગુરુ અક્ષર.
• ૧, ૫, ૯ અને ૧૩મી માત્રાએ તાલ.

ઉદાહરણ :
આકાશે તારાની ભાત
ધરતી હૈયે ફૂલબિછાત
સર્જી, તો કાં સર્જી તાત !
માનવના મનમાં મધરાત !