પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દોહરો


છંદ : દોહરો
બંધારણ :
• ચાર ચરણ
• પહેલા અને ત્રીજા ચરણની ૧૩ માત્રા
• બીજા અને ચોથા ચરણની ૧૧ માત્રા
• દરેક ચરણની ૧૧ મી માત્રા સામાન્યતઃ લઘુ.
• ૧, ૫, અને ૯ મી માત્રાએ તાલ.

ઉદાહરણ :
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.