પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રોળાવૃત્ત

છંદ : રોળાવૃત્ત

બંધારણ :
• ચાર ચરણ
• કુલ ૨૪ માત્રા
• પહેલા અને ત્રીજા ચરણની ૧૧ માત્રા
• બીજા અને ચોથા ચરણની ૧૩ માત્રા
• બીજા અને ચોથા ચરણની અંતિમ બંને માત્રાઓ ગુરુ.

ઉદાહરણ :
મહાનદીનો ઓઘ, ઘુઘવતો ચાલ્યો જાએ,
કાળચક્રનો ત્યહાં, પડે ચીલો ન જરા એ;
ગગનચુમ્બી ગિરિરાજ, ઘડ્યો કઠ્ઠણ પથરાએ,
કાળતણું ત્ય્હાં, ચક્ર ઘસાઈ ખાંડું થાએ.