પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દિંડી


છંદ : દિંડી
બંધારણ :
• ચાર ચરણ
• દરેક ચરણની ૧૯ માત્રા
• નવમી અને દસમી માત્રાએ વિરામ
• દરેક ચરણને અંતે બે ગુરુ અક્ષર.

ઉદાહરણ :
સર્વ ફૂલડાં મહિં એક જે રમંતો
રમ્ય ગન્ધ સકળ જગતને ગમંતો,
એક તેહ પણ અનેક ધરે રૂપ,
વિવિધ કુસુમે વશી વિવિધ ને અનુપ.
(ઘાટા અક્ષરોની લઘુ માત્રા ગણવી)