પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

૧૩ ગુર્જર લેકાનું રાજ્ય સ્થાપ્યું. આ ગુર્જર લૉકા પીજ આપણા આખા પ્રાંતનું નામ ગુર્જરાષ્ટ્ર અથવા ગુજરાત પડેલું છે, વલભીપુર નગર કાઠીયાવાડમાં ભાવનગરથી આશરે વીસ માઈલ દૂર ધેલાશ નદીને કાંઠે આવેલું હતું. વલભીપુરની ગાદીએ ઘણા રાજાઓ થઈ ગયા, તેમાંના છેલ્લા રાજાનું નામ શીલાદિત્ય સાતમે હતું. એ રાજાના વખતમાં મારવાડ પ્રાંતમાં આવેલા પાલી નગરમાં કાકુ નામના એક ગરીખ વાણીયા રહેતા હતા. પાતાના મુલમાં એનું પાણુ નહિં થવાથી તે વલભી પુરમાં આવી વેપાર કરવા લાગ્યા. સુભાગ્યે વેપારમાં તે પુષ્કળ પૈસા કમાયા, અને કરાડાધિપતિ થયા. પોતાની દીકરીને એણે હીરા માણેક જડેલી એક સેનાની સુંદર કાંસકી કરાવી આપી હતી. આ કાંસકીએ વલભીપુર નગરનું સત્યાનાશ વાળી નાખ્યું. ડાકુની દીકરી આ રત્ન જડીત સાનાની કાંસકી વડે પોતાનું માથું એળતી હતી તે રાજાની કુંવરીના જોવામાં આવી. રાજાની દીકરીએ આ કાંસકી માંગી પરંતુ કાહુની દીકરીએ તે આપી નહિ. રાજ કુંવરીએ કાંસકીને માટે પુરા હઠ કરી, તેથી શીલાદિત્યે છેવટે તે કાંસકી કાકુ પાસેથી બળાત્કારે લઈ લીધી. કાકુને આથી અત્યંત ક્રોધ ચઢયો, અને તેણે સિંધ જઈ ત્યાંના આમ બાદશાહ પાસે એક કરાડ રૂપીયા આપી વલભીપુર પર ચઢાઈ કરાવી. આમ બાદશાહે શીલાદિત્ય સાતમાને હરાવ્યો, તેને મારી નાખ્યા અને વલભીપુરના નાશ કર્યાં. કડા, ખાળકા, કાકુએ આ સારૂં કામ કર્યું કહેવાય ! પેાતાના પૈસાના ઉપયાગ તેણે પાતાના દેશને નાશ કરાવવામાં કર્યાં !