પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

૧૪ કાકુનું આ કામ બહુજ નીચ અને પાપી કહેવાય. તેને આપણે દેશદ્રોહી કહીશું અને આપણે સૌ એના ફીટકાર કરીશું. શીલા- દિત્ય રાજાનું કૃત્ય ગેરવ્યાજખી હતું. રાજાએ તે પ્રજાના જાન માલનું રક્ષણ કરવું જોઈએ અને જે રાજા પાતાની પ્રજાની મિલક્ત જોર જુલમી લઈ લે તે રાજા દુષ્ટ કહેવાય. પરંતુ પોતાના દેશના પરદેશી રાજા પાસે નાશ કરાવે એવા કાકુ જેવા દેશદ્રોહી લૉકા તેા એથી પણ વધારે દુષ્ટ કહેવાય. ખાળકા આપણે! જીવ જાય તા ભલે જાય આપણી માલમિલકત લુંટાઈ જાય તેા ભલે લુંટાઈ જાય પણ કાકુ જેવા દેશદ્રોહી તે કદી પણ થવું નહિ. વલભીપુરના નાશ થયાને લગભગ તેર્સે વર્ષ થયાં છે. વાર્તા ૩. જયશિખરી ચાવડા અને રાણી રૂપસુંદરી વલભીપુરનું રાજ્ય તુટ્યા પછી ગુજરાતમાં ચાવડા રજપુ- તેનું મોઢું રાજ્ય થયું. તે રાજ્યની રાજ્યધાની કચ્છના રણુની પૂર્વે વાડાની પાસે પંચાસર નગરમાં હતી. પંચાસરમાં જયશિખર નામના એક શુરવીર રાજા ઈ. સ. ૬૯૬ માં રાજ્ય કરતા હતા. તેની પટરાણીનું નામ રૂપસુંદરી હતું. નામ પ્રમાણે તેનામાં રૂપ જેવી તે રૂપાળી હતી તેવી તે પતિવ્રતા હતી. રૂપ સુંદરીના ભાઈ સુરપાળ જયશિખરના ખાસ મિત્ર અને સલાહકાર હતા. તે પણ જયશિખર જેવા પરાક્રમી અને ચતુર હતા. જયશિખરે તેને પોતાના લકરના સેનાધિપતિ બનાવ્યા હતા.