લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૮ ].


મેં વચનો મીઠાં કહ્યા તેં કટુતાનો સાર,
પરમેશ્વર તુજ ભલું કરો, પરંતુ રે મુજ યાર;
બહુ છાજે કથન કડવાં, અહો! મીઠે અધર લાવે. અગર૦

રચી ગાન પર ગાન તેં, મોતી પરોવ્યાં સાર,
આવ બેસ ખુબ તાનમાં ગા ખુશ હાફિઝ યાર;
રૂડી મંદાકિનીનો હાર તને આકાશ પહેરાવે. અગર૦


૧૦ : સલામતી

અંજન આંખડી ન આંજ, કપાશે સુઆંગળી !
મતિ તાહરી સલામતીમાં માહરી વળી.

પડે તાહરી અલાબલા સૌ માહરે શિરે,
સહું ધીર થઈ કોઈ ના પીડા શકે કળી.

નજરબાણ ક્યમ ન તાહરે કરે પીડા કરે ?
ખૂંચે છે તને શરીરમાં, ગુલાબની કળી.

નીચી નજર ના તું ઝાંખ, ઝાંખ માહરી ભણી !
ભલે વેધશે ફકીરને, ફિકર કશી બળી.

જો ! જો ! તુજ વિના સજન બધે સંસાર ડૂબશે,
પછી શી વલે થશે કંઈ ખબર તને મળી?

ખબર કેમ ન લેતી માહરી શિરે તું નિર્દયા?
ફસી પ્રેમફંદ તાહરે મુરાદ ના મળી!

ફિકર છે કશી ફકીરને ફકીર તણી તને?
જોબન ખૂલડે ખૂલી તું સુમનસેજમાં ઢળી !

ગયો ખેલ ખલકનો ગયો વળી મેળ મંનનો,
ઝલક ઝાંખવા મળે ન મધુર મૂર્તિ નિર્મળી !