પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૪ ]


બતાવો શી રીતે હસવું , હ્રદય ખાલી છતે રડવું ;
વચનમાં પ્રેમ બતલાવી, ઇશારે પ્રેમી દિલ હણવું !

અરે ઉસ્તાદ ! ક્યાં પાયો મને આ ઈશ્કનો પ્યાલો ?
કર્યો સંસાર ભર સૂનો, વફાઈ ક્યાં મળે ?-ચાલો !

ઉથામ્યાં ધર્મશાસ્ત્રોને-ગણાયો જ્ઞાની પંડિતમાં,
ઠરી દ્દષ્ટિ ન કો ઠામે, પ્રીતિ રીતિ અખંડિતમાં.

હશે ક્યાં સત્ય દેખાડો, હશે શું સત્ય સમજાવો;
રડી રે'વું, કદી ગાવું, મને તો એટલો લહાવો.

બધી દુનિયા જુએ જેથી, ગયાં મુજ નેત્ર તે ફૂટી,
બધી દુનિયાનું અજવાળું, મને અંધારી તે ઊંડી.

અહીં તહીં આ ભટકવામાં,નથી શાંતિ તણી આશા,
સિતમગર લે ધરી ગરદન, નિરાશા એ જ છે આશા.


૧૬ : કિસ્મત

કહીં તું જાય છે દોરી દગાબાજી કરી કિસ્મત ?
ભરોસે તેં લઈ શાને આ હર્‍રાજી કરી કિસ્મત ?

થવા નિજરૂપ દુનિયામાં ઊતરવાનું ઠર્યું ,કિસ્મત ?
કરી તુજરુપ રંજાડી લપેટી ઘા કરે, કિસ્મત ?

ચલાવી પુષ્પમાળા પર નિચે સર્પો ભર્યા, કિસ્મત ?
સનમ દિદારમાં નાખી પલક જુદાઈની, કિસ્મત ?

લગાડી કાર્ય-કારણની બરાબર સાંકળો, કિસ્મત ?

પિછાની બે અને બેને કહીને ચાર, હે કિસ્મત ?
લખાવ્યા હાથથી શાને તેં બેને એક આ કિસ્મત ?