પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૯ ]


ગરજ જુએ નહિ કોઈની, દે ન મુજને પાંખ;
જા તુજને હું શું કહું, હતી નહીં કહે આંખ?
દીધી જો હત પાંખો બે-ઊડીને જાત જ્યાં તે છે,
પડત ગોદે જઈને રે−છૂટત નહીં એકઠાં બે થઈ. અરે!


૪૦ : પ્રેમીની તલ્લીનતા


વગર તું હાર હૈયાના, બધો સંસાર ખારો છે;
મગર દિલદાર ! તારી તો મઝાને બહાર ન્યારો છે.

અમારા દર્દની લે'જત, શું જાણે કોઈ બેદર્દી?
ઘવાયો જે પૂરો તેને દરદનો પ્યાર ન્યારો છે !

ગમે નહિ ખાનપાનો કાંઈ, ગમે કાંઈ ગાનતાનો નહિ;
મીઠી શી વેદના ભારે, અજબ વહેવાર તારો છે !

પડેલા પ્રેમના વહોમાં, વહ્યા જઈએ ઊલટપૂરે;
કિનારે નહિ નજર કરીએ, રસીલી પ્રવ અમારે છે !

ભલે એ ડાહી દુનિયા તો ગમે તેવું મુખે બોલે;
અમારો ન્યાય તો આખર હજૂર તારી થનારો છે.

મધુરૂં મુખ જેવાની, નિરંતર લેહ લાગી રહી;
ખરે ! દેરાસરી આખર તુંથી બિસ્મિલ થનારો છે.


૪૧ : ગઈ ક્યાં પ્રેમની પ્યાલી ?


વગર હું કાંઈ ભાવે નહિ, મને તું એમ કહેતી'તી,
વિયોગે તેં જિવાયે નહિ, મને તું એમ કહેતી તી.