પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુપમા ચંદ્રાવતીમાં
205
 

નિહાળવાની નજર નહોતી પરધર્મીઓને. એ નજર એને કોણ આપશે? તલવારથી સૌંદર્યપ્રેમ કદી જાગ્યો નથી, ને સૌંદર્યના પ્રેમ વગરનું પશુત્વ સમશેરો ખાઈ ખાઈને પણ પાછું પોતાની તલવારોને નવી ધાર કાઢતું, વાટ જોતું તક શોધતું બેસશે.

મૂંઝવણની વચ્ચે પોતાના ડાહ્યા જેઠ વસ્તુપાલની કલ્પના કરતી અનુપમા આખો દિવસ અસ્વસ્થ રહી. રાત્રિએ એના પિતાની હવેલીમાં આબુ-ચંદ્રાવતીના શેઠિયાની સભા મળી.