પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
ગુલાબસિંહ.

બધે ગવાય. આસ્તે આસ્તે રાજદરબારમાં જતો થઈ પરિણામે પચાસ વર્ષનો થતાં શું થાય તે તુંજ વિચારી લે ! આ એક ચિત્ર, હવે બીજું સાંભળ. લાલો યપુરમાં આ નટીને લેઈને જાય, ત્યાં એને ગાનતાનમાં મોકલ્યા વિના ખાવાનું પણ પામે નહિ. એને જોતાં સર્વે પૂછવા માંડે કે આ કોણ ? ને સમજે કે પેલી દીલ્હીવાળી મા ! આમ થતાં લાલો વળી કાગળો બગાડવા માંડે, પણ એનાં ચિત્ર કોઈ લે નહિ, કેમકે એ કોઈ જાણીતા ચીતારાનો શિષ્ય નથી. લાલો કોણ ? પેલી નાચનારીનો ધણી ! આ અવસ્થામાં પ્રજા થવા માંડે. પછી શી વલે ! લાલો કંટાળીને દુનિયા ખરાબ છે કહી નાશી છુટે. પચાસ વર્ષની ઉંમરે ક્યાં હોય તે તુજ વિચાર.”

“અહો જો બધી દુનિયાં તારા જેવી હોત, તો દુનિયામાં ચીતારા કે કવિ એમનું કાંઈ થયું ના હોત.”

“અને એમના વિના પણ દુનિયાં તો આમની આમજ ચાલત. ચાલ ચાલ હવે જમવા બેસીએ. આ ગામમાં મિષ્ટાન્ન ઠીક મળે છે !”



પ્રકરણ ૯ મું.

ભાવિનું સામર્થ્ય.

જેમ કોઈ અવિચારી સ્વાર્થી ઉપદેશક, પોતાના શિષ્યનું ધ્યાન, જેને પોતે ખોટી રીતે વાસ્તવિક માની ભુલાવામાં પડ્યો હોય તેના તરફ લગાડી દઈ, ખરી વાસ્તવિક વાતનું દુર્લક્ષ કરાવી નીચ બુદ્ધિ ઉપજાવે છે; એમ સમજતો પણ નથી કે ખરી ખુબી તો જે જણાય છે તેનું અનુકરણ કરવામાં નથી, પણ જે ચીતરનાર છે તેના મનમાં રહેલી છે; દરેક કલામાં ખુબી તો-કાવ્યનાં મધુર વચનરૂપે છે, કે શલાટના તાદૃશ પથ્થરરૂપે હો, કે ચીતારાના વિવિધ રંગરૂપે હો, કે ગવૈયાના દ્રાવક સ્વરરૂપે હો પણ કહી તેવીજ છે, ને દુનિયાંમાં મળે તેનું અનુકરણ કરવું એ ફક્ત સાધારણ વેપારીનું કે નવા શિખાઉનુંજ કામ છે;– તેમ વ્યવહારમાં પણ દુનિયાંદારીના દોઢ ડહાપણમાં કાબેલ થયેલા માણસો, દૈવી પુરુષોની, નિડર મનથી આગળ ધસતી ઉત્કૃષ્ટ અભિલાષાને