પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
સિદ્ધાઈ ઉપર પાણી.

એની સાથે ઘર માંડું તો તું એને આવા નામથી બોલાવતો બંધ થશે ?”

“હા, કેમકે તે વખતે મને જે તિરસ્કાર આવવાનો તે તારાજ ઉપર. લોક ઠગને તો ધિક્કારેજ છે, પણ ઠગાનાર ભોળાના ઉપર વધારે ફિટકાર પડે છે.”

“તને ખાતરી છે કે એમ કરવામાં હું ઠગાઈશજ ? આવી નિર્દોષ અને પ્રેમમય બાલા મને ક્યાં મળવાની ! અરે એવી ક્યાં મળવાની કે જે આટલી આટલી લાલચો છતાં પોતાની લાજ સાચવી રહી છે ! માને નામે કોઈ વાંકી વાત પણ સંભારે છે ?”

“હું દીલ્હી શહેરની તમામ ગપસપ જાણતો નથી કે જવાબ આપી શકું; પણ આટલું તો જાણું છું કે યપુરમાં કોઈ એમ નહિ માને જે યપુરનો ખાનદાન ફરજન દીલ્હીની એક નૃત્ય કરતી સ્ત્રીને પરણી લાવ્યો તેમાં ઠગાયો નથી. આવી ગેરઆબરૂમાંથી હું તને બચાવવા ઈચ્છું છું. વિચાર કે તારે શું શું વેઠવું પડશે, તારે ઘેર કેટલા કેટલા ફક્કડ લોક ભાઈબંધ થતા આવશે, તારા ઘરમાં કેટલી જવાન સ્ત્રીઓ સાવધ રહી કદાપિ નહિ આવે ?”

“હું મારે મારો રસ્તો લેઈશ, તેમાં દોઢડાહી દુનિયાને શી લેવા દેવા છે ? દુનિયા મને માન આપે તો ભલે મારી કલાને આપે, પણ મારાં સગાં કે દોલતનું તેને શું કામ છે ?”

“એટલે કે તું હવે વળી તારી બીજી બેવકુફાઈની મગરૂરી કરવા લાગ્યો !–શા ચીતારા ! ચિત્રકલાના હિમાયતી થયા છે ! ઈશ્વર કરે ને મારે, તું રોટલો કમાઈ ખાવા જે ધંધો ચલાવે છે તેની સામા બોલી તને નાઉમેદ ન કરવો પડે, પણ તારે સાધન છે અને સારા સંબંધ થશે એટલે તેની ગરજ રહેશે નહિ. છતાં શા માટે એક ચીતારો થવાનું મન કરે છે ! નવરાશનો વખત ગાળવાની એ ઠીક મઝા છે, પણ આ જન્મારો એનેજ સ્વાધીન કરવો એ તો કોરી બેવકુફાઈજ ! ચીતરામણોને કોઈ તપેલીમાં ઓરી નહિ શકાય.”

“અરે કલાવાન્‌ લોકો તો મહોટા બાદશાહોના પણ મિત્ર હતા !”

“આપણા વિચારવાન્‌ દેશમાં તો ભાગ્યે એમ હોય. જો હું તને બે ચિત્ર કાઢી બતાવું. લાલો યપુર પાછો જઈ, પોતાના સમાનકુલની કોઈ પૈસાદાર કન્યાને પરણે, ને ખાતો પીતો તથા આબરૂદાર થઈ સારો હોશીઆર કહેવાઈ દુનીયાંદારીમાં દાખલ થાય. એને લાભ મળે, મિત્રો વધે, એની આબરૂ