પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
ગુલાબસિંહ.

ચાલવાનું તેં વચન આપ્યું છે, ત્યારે જો હવે હું તને પેલા પરદેશીનો પાણિગ્રહણ કરવાનો આગ્રહ બલ્કે હુકમ કરૂં તો શું તું તેમ કરવા ના પાડશે ?”

પોતાની આંખમાં ઉભરાઈ આવતાં આંસુ ખાળીને, આવા દુઃખમાં પણ કોઈ અવર્ણ્ય આનંદ અનુભવતી–પોતાના હૃદયને આજ્ઞા કરનારને અર્થે તે હૃદયનો પણ ભોગ આપતાં થાય તે આનંદ અનુભવતી–ગદ્‌ગદ શબ્દે બોલી : “જો આવી આજ્ઞા કરવાનું સામર્થ્ય તમમાં રહ્યું હોય– શા માટે–.”

“પછી, પછી.”

“તારી ધ્યાનમાં આવે તેમ કર.”

ગુલાબસિંહ થોડી વાર ચૂપ થઈ રહ્યો; પોતાના હૃદયમાં ચાલતી ઘડભાંગ જે આ બાલા છુપાવી શકી છું એમ જાણતી હતી તે પણ એ સમજી ગયો; સહજ તે એની તરફ ગયો, અને એનો હાથ ધીમેથી પકડી તે પર ચુંબન દીધું. તેની સ્વાભાવિક ગંભીરતાનો આ પ્રથમ જ વ્યતિક્રમ હતો, જેથી મા તેને અને પોતાના વિચારને ઓછો ભયકારક ગણવા લાગી.

ગદ્‌ગદ કંઠે ગુલાબસિંહ બોલ્યો “તારા પર આવતી વિપત્તિ, જેને અટકાવવી હવે મારા હાથમાં નથી, તે જો તું દીલ્હીમાં રહ્યાં કરશે, તો પ્રતિક્ષણ તારી સમીપ આવતી જશે. આથી ત્રીજે દિવસે તારો જે તે નીકાલ થવોજ જોઈએ. મને તારા વચન પર વિશ્વાસ છે. ત્રીજા દિવસની સાંજ પેહેલાં, ગમે તે થાઓ, પણ હું તને આ વખતે આજ સ્થલે મળીશ, ત્યાં સુધી હવે રામરામ.”


પ્રકરણ ૪ થું.

ગુહ્યાગારનો દરવાજો.

બીજા તરંગની આખરે જણાવ્યા પ્રમાણે લાલો મા પાસેથી ગયો ત્યારથી એના મનમાં પાછા ગુપ્તવિધા સંબંધી વિવિધ વિચાર આવવા