પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
શરત પૂરી કરી.

છે, गतं न शोचामि એ મારો પણ સિદ્ધાન્ત છે. આ જીવિતમાં શોક કરવા જેવું કાંઈ નથી. –હા, એક છે; જ્યારે કોઈ અપ્રતિમ કાન્તિ ઉપર આપણું દિલ લાગ્યું હોય ને તે આપણા હાથથી જાય ! એવે પ્રસંગે આપણે બધું જ્ઞાન ભેગું કરી ધીરજ રાખવી જોઈએ, ને ગાંડા થઈ ન જવું જોઈએ. કેમ ગુલાબસિંહ ! તમે શું ધારો છો ? તમે તો કદાપિ એમ ન કરો. આવો, એક પ્યાલો લો, ચાલો — જયવાન્‌ આશકને આનંદની પ્રાપ્તિ સાથેજ પરાજિત પ્રતિપક્ષીના મોહનો ભંગ થાઓ.”

“લાવો, હું એજ પ્રતિજ્ઞાપૂર્વક” ગુલાબસિંહે, પેલો વિષમય દારૂ પ્યાલામાં રેડાતો હતો તે વખતે અમીર ઉપર દૃષ્ટિ બાંધી કહ્યું “આ દારૂથી પણ તમને વચનસિદ્ધિ ઈચ્છું છું.”

ગુલાબસિંહે પ્યાલો મોઢે માંડ્યો. એની દૃષ્ટિ પોતાના ઉપર લાગેલી જોઈને યજમાન ગભરાવા લાગ્યો, પણ ગુલાબસિંહે તો પ્યાલો ચોખો કરી જમીન ઉપર મૂકતા સુધી એક નિમિષ વાર પણ પોતાની દૃષ્ટિના તાપથી અમીરને મુક્ત કર્યો નહિ. “તમારો દારૂ બહુ જૂનો જણાય છે; પણ એમાં જોશ ઝાઝો નથી. બીજાને તો એ બહુ ચઢી જાય, પણ મને કાંઈ થનાર નથી. કેમ ભાઈ” ખવાસ તરફ દૃષ્ટિ કરી બોલ્યો “તમને દ્રાક્ષની સારી પરખ છે, તમે જરા જોશો.”

ખવાસે કૃત્રિમ ગંભીરતાથી જવાબ આપ્યો “નાજી મને દારૂની ટેવજ નથી, આપના મિત્ર લાલાજીને વખતે અનુભવ હશે.”

“મારા મિત્રને પણ આ દારૂનો સ્વાદ ચખાડવાની ઈચ્છા છે ?” ગુલાબસિંહે અમીર તરફ જોઈ કહ્યું “પણ સમજવું જોઈએ કે બધાને મારી પેઠે નહિજ ચઢે એમ ન હોય.”

અમીરે ઉતાવળથી ઉત્તર વાળ્યું “ના, ના, આપની ઈચ્છા ન હોય તો, મારે લેશ પણ મરજી, આપના મિત્રને આગ્રહ કરવાની નથી.”

“ત્યારે એ દારૂ, ને આ વાત એ બન્ને હવે બદલી નાખો” ગુલાબસિંહે કહ્યું.

એટલી વાત થયા પછી ગુલાબસિંહ અધિક ઉત્સાહપૂર્ણ અને આનંદી જણાવા લાગ્યો. એના મોમાંથી જે ટોળની વાત નીકળી હતી તે કરતાં