પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
ગુલાબસિંહ.

જેને સ્મરણ વિના બીજા સ્થાનમાં જગો નથી તેનો તું નાશ કરી શકે એ વાત તો બનેજ નહિ. પ્રત્યેક વિચાર એક એક જીવ છે. એટલે હું કે તું કોઈ પણ તારા ભૂતવૃત્તને નાબુદ કરવા. કે તારા આનંદી યૌવનનું સુખ તને પાછું આણી આપવા, મથીએ તે નકામી વાત છે. જે રસ તેં લીધો છે તેની અસર તારે ખમી લેવી, જે પિશાચ તેં જગાડ્યો છે તેની સાથે તારૂં બલ અજમાવવું અને એમ પણ તારાથી સાધી સકાય તેટલું શ્રેય તારે સાધવું.”

પત્ર લાલાના હાથમાંથી પડી ગયું. પત્ર વાંચતી વખતે જે જુદા જુદા ભાવનો લાલાના મનમાં ઉદયાસ્ત થતો હતો તે સાથે હવે મહા જડતામાં ક્ષય પામ્યો. ચિરકાલથી પોષેલી રમાડેલી એવી કોઈ મિષ્ટ આશા, પ્રેમની, લોભની, કે ઉદયની, તેની નિષ્ફલતાને સમયે જેવી જડતા થઈ જાય છે તેવી જડતા લાલાના અંગે અંગમાં સ્તબ્ધ ઠરી ગઈ. જે ઉચ્ચતમ અદૃશ્ય સૃષ્ટિના દરવાજા ઉઘાડવા માટે પોતાનો પ્રયત્ન હતો, પોતાની ગાઢ ઇચ્છા હતી, તેજ દરવાજા “હંમેશને માટે” બંધ થયા છે ને તે પણ પોતાની જ ઉદ્ધતાઈ અને ધૃષ્ટતાથી ! પણ લાલાજીનો સ્વભાવ, ઘણા સમય સુધી સ્વાત્મવિંડબનમાં નિમગ્ન થઈ શકે, તેવો ન હતા. નિરાશાએ ધીમે ધીમે ત્સ્યેન્દ્ર ઉપર ક્રોધનું રૂપ પકડવા માંડ્યું; “લાલચમાં ફસાવવાની યુક્તિ કરવાનું કબુલ કર્યા છતાં, હવે મને આમ મૂકી દે છે” એ વિચાર આગળ તરી આવ્યો અને ક્રોધના અગ્નિમાં ઘૃતરૂપ થતો ચાલ્યો. આવી કઠોર અને તિરસ્કાર ગર્ભિત ભાષા સાંભળવા જેવો મેં શો દોષ કર્યો છે ! એક સુંદરીના નયન અને હાસ્ય જોઈ ખુશ થવું એમાં શું પાપ આવી ગયું ! ગુલાબસિંહ પોતે પણ ક્યાં મા સાથે રમતો નથી ! આવા વિચારમાં લાલાને એમ પણ ભાન ન રહ્યું કે પ્રેમમાં પણ પ્રકાર સંભવે છે અને એક પ્રકારના કરતાં બીજા પ્રકારનો પ્રેમ જુદો હોય છે. “અને વળી જે ખરા હીંમતવાનને માટેજ સર્જેલું હતું તેવા એકાદ પ્રલોભનથી દોરાઈ આગળ વધવામાં શું ફીકર હતી ! જે ગ્રંથ ત્સ્યેન્દ્રે ખુલ્લો રાખ્યો હતો તેમાં સ્પષ્ટ નહોતું લખેલું કે ‘ભયથી સાવધ રહેવું’ ! મનુષ્યહૃદયના બલવાન્‌માં બલવાન્ ભાવ ઉશ્કેરાય એવાં પ્રલોભનો શું આ રીતે તૈયાર ન હતાં ! — ઓરડામાં જવાની રજા નહિ - છતાં ચાવી મારે સ્વાધીન — શી રીતે મારા ઔત્સુક્યને શમાવવું તે સ્પષ્ટ રીતે બતાવનારો ગ્રંથ !” આવા આવા વિચારો જેમ જેમ લાલાના મગજમાં ઉપડતા ગયા તેમ તેમ એને એમ લાગતું ગયું કે ત્સ્યેન્દ્રની આખી રીતભાત માત્ર મને આવી અધમ સ્થિતિએ પહોંચાડવા માટેના કાવતરા રૂપજ હતી; અથવા તો એ ત્સ્યેન્દ્ર કોઈ બડો