પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
ગુલાબસિંહ.

હતો; યૌવનનું પુનરુજ્જીવન કરી બતાવનાર જે અતિ રસમય નવાઈ તેનો મા ઉપભોગ કરતી હતી. પત્નીરૂપે તો અન્ય ઉપર પ્રમદાનો આધાર રહે છે, અન્ય થકી સુખનાં કિરણો, સૂર્યથી પ્રકાશનાં કિરણોની પેઠે, ઉદ્ભવે છે, અને પોતાના જીવિતનું જીવિતપણું સાધે છે; પણ હવે-માતારૂપે તો—આવી આશ્રય લેનાર જેવી સ્થિતિમાંથી મા આશ્રય આપનારની સ્થિતિમાં આવી છે ! કોઈ અન્ય તેના ઉપર આશય રાખે છે–એક તારો પ્રકટ થયો છે, જેને સૂર્યસ્થાને તે પોતેજ થઈ પડી છે.

“થોડાજ દિવસમાં આવીશ” !— “થોડાજ” છતાં વિયોગ દુઃખે તેટલા પણ રસિક, રસમય, થયા વિના નહિ રહે. થોડાજ દિવસ છે–પણ તે દિવસે દિવસની ઘડીએ ઘડી બાલકને તો એક એક યુગ જેવી છે, એ બાલકમાં માનું હૃદય, અને માનાં ચક્ષુ, લીન થઈ રહ્યાં છે ! ગુલાબસિંહ ગયો – ગયાજીના તીર આગળથી જતા નાવના શઢ પણ દેખાતા બંધ થયા ! બાલક માતાના ચરણ પાસે પાલણામાં પોઢેલો છે; માતા અશ્રુ ઢાળતે ઢાળતે વિચાર કરતી બેઠી છે કે અદૃશ્ય એવી દિવ્ય સૃષ્ટિની શી શી લીલાઓ આ પાલણામાં ભજવાશે ! શી શી બાલકના પિતાને કહેવા સંધરવી પડશે ! યુવતી-માતા–હસ ! રો ! તારાજીવિતના પુસ્તકમાંનું હર્ષ ભર્યું પાનું તો ઉકેલાઈ ચૂકયું-બંધ પણ થઈ ગયું–અદૃશ્ય કરે ફેરવાઈ ગયું.

ગયાજીમાં મુખ્ય બજારની અંદર એક ખુણામાં રાત્રીના અંધારાને ઓથે બે માણસો ધીમે ધીમે ગુપ્ત વાત કરતા હતા. પશ્ચિમ તરફથી જે ઝપાટો આવવાનો હતો તેના આનંદમાં મસ્ત થઈ એ બે માણસો ઘણી અગત્યની વાતો કરતા જણાતા હતા. એ ગુપ્તવાત એવી ધીમેથી થતી હતી કે આપણે પણ બરાબર સાંભળી ન સાંભળી થઈ છે. તો પણ કામ જેટલી નોંધવી જોઈએ. ગયાજી સુધી પણ નવી બિરાદરીનો પ્રકાશ વિસ્તરવાનો છે; બધું એક થઈ જવાનું છે; દીનનો દિન ઉદય થવાનો છે.

એકે કહ્યું “મારા કાબુલના મિત્રે મને લખ્યું છે કે ભયમાત્ર હવે દૂર જાણવું. આપણને તેના તરફથી ખબર મળશે કે આપણે આ દિશાએથી ઉઠાવ ક્યારે કરવો. અઠવાડીઆ સુધીમાં એ આપણને આ ગામમાં મળશે ખરો.”

આટલી વાત થઈ ન થઈ એવામાં એક માણસ બુરખેપોશ થઈ તેજ સ્થાને આવી લાગ્યો અને છુપી રીતે માથું હલાવી સલામ કરવાની જે રીતિ