પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૨
ગુલાબસિંહ.

માતાના અને મારા આત્મા વચ્ચે અભેદ સંબંધ સાધવો, એ મારી આશાનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન તે સ્વપ્નજ હતું — એથી અધિક હતું નહિ ! મરણની સમક્ષ આવી પહોંચતાં મને હવે સમજાય છે કે જ્ઞાન અને આનંદની દીક્ષા તે મરણના દ્વારમાં થઈને પાર નીકળ્યા પછી જ મળે છે, મારાં વ્હાલાં પ્રવાસી ! એ દ્વારની પાર હું તમારી બન્નેની રાહ જોઈશ.

મત્સ્યેન્દ્ર, मृत्योः स मृत्युमाप्रोति योऽत्रनानेव पश्यति એ શ્રુતિના અનુભવમાં નિમગ્ન હતો તેવામાં નચિકેતાનું અને પછી પોતાના શિષ્ય–મિત્ર–ગુલાબસિંહનું ભાન થતાંજ, ઝટ ચમક્યો, અને સમજ્યો કે ગુલાબસિંહ મને કાંઈક કહે છે: “આ દુનીયામાંથી તો હવે તને હંમેશ માટે છેલો નમસ્કાર કરું છું. તારો આ એકનો એક મિત્ર પણ તારી પાસેથી જાય છે. તારૂં વૃદ્ધત્વ બધાંના યૌવનની પાર રહ્યું છે, અને કલ્પાન્તે પણ તું અમારી રાખ ઉપર વિચાર કરતો ને કરતોજ બેઠો હશે. અભેદ્ય અજ્ઞાનભૂમિમાં હું મારી સ્વતંત્ર ઈચ્છાથીજ પ્રવેશ કરું છું; છતાં કલ્પરાત્રી પછી સૃષ્ટિકલ્પના સૂર્યપ્રકાશની પેઠે મરણદ્વારાજ જીવનને અનુભવું છું. જેમને માટે હું આ શરીરને ત્યજવા તત્પર થયો છું તે જે સમયે મને આવી મળશે, અને એમ અનંત યૌવનનો નિત્ય આનંદ અમે અનુભવીશું, તે સમય પર્યંત હું સમાધિના નિગૂઢ વૃત્તિનિરોધમાં એમનું સામીપ્ય અનુભવી સુખી રહીશ. છેવટ પણ મને ખરી કસોટી અને ખરી પારઉતરણી સમજાઈ છે. મત્સ્યેન્દ્ર ! તારાં રસાયન અને અમૃત ઢોળી નાખ, વર્ષોનો બોજો તારે માથેથી દૂર ફેંકી દે, આત્મા ગમે ત્યાં ભટકે તો પણ સર્વનો જે સર્વમય અનંત આત્મા તે જ્ઞાનીને કદાપિ ત્યજીતો નથી જ, સુરેશ્વરે ખરૂંજ કહ્યું છે:—

तीर्थे श्वपचगृहे वा नष्टस्मृतिरपि परित्यजन्देहम्।
ज्ञानसमकालमुक्तः कैवल्यं याति हतशोकः*[૧]।।”


  1. *તીર્થ માં, ચાંડાલના ઘરમાં; રસુતિરહિત દશામાં, ગમે તે રીતે દેહ ત્યજે તો પણ, જ્ઞાન થવાના ક્ષણમાં જ તે મુક્ત હોઈ, સોકમાપથી પાર થઈ, કૈવલ્ય અનુભવે છે.