પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧
મહામાનું માહાત્મ્ય.

વિલસે છે ! આ પ્રકારે દૃષ્ટિ વિસ્તરતે વિસ્તરતે આ મહાત્માએ પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને પણ હિમાલયની એક ગુફામાં દીઠા. ત્યાં તે પરમમહાત્મા શાન્ત મુખમુદ્રાથી, શાન્ત હૃદયથી, જાણે પોતા વિના આખું વિશ્વ નજ હોય તેવી વિશ્રબ્ધ ઉદાસીનતાથી, ઉપનિષદોના રહસ્યવિચારમાં બેઠેલા હતા. તે અનેક તત્ત્વોમાં વિચરતા હતા, પોતાના વિચારથી, સંકલ્પથી, સુખ પેદા થાય કે દુઃખ પેદા થાય તેની તેમને દરકાર ન હતી, તે તો સર્વમયતાના એક જ યંત્રની પેઠે, સર્વમયતારૂપ ઘડીઆળની કમાનની પેઠે, સર્વમય અભેદના એક અંગરૂપે પ્રવર્ત્યા કરતા હતા. એમને જોતાંજ આપણો યોગી બોલી ઉઠ્યો “અહા ! જીવવાની વાતને હવે નમસ્કારજ કરવો ! અરે જીવિત ! તું મને અતિ મધુર નીવડ્યું છે તારા આનંદ કેવા નિઃસીમ છે ! મારો આત્મા ઉચ્ચમાર્ગે ચઢવાને કેવા વિપ્લાવક હર્ષથી નીકળી પડ્યો છે ! યોગબલથી કરીને જે પોતાનું યૌવન એમનું એમ રાખી શકે છે તેનું જીવવામાત્રનુંજ સુખ કેટલું અવર્ણ્ય અને અગાધ છે ! આકાશના પ્રદીપો ! દિગન્તોમાં વિચરતાં સત્ત્વો ! અનતપ્રાણિગણો સર્વને હું નમસ્કાર કરું છું. સૂર્યકિરણમાંનું એક પરમાણુ, પર્વત ઉપરનો એક તુચ્છમાં તુચ્છ છોડ, નદીતટ ઉપરનો ઝીણામાં ઝીણો કાંકરો, પુષ્પાશયમાંથી પવને ઉડીને અન્ય સ્થલે સંક્રાંત થયેલું અદ્રશ્ય બીજ, એમાંનું કશું પણ, સમય જીવનના તત્ત્વની જિજ્ઞાસા કરનારના જ્ઞાનમાં વૃદ્ધિ નથી કરતું એમ નથી; – જ્ઞાન, આનંદ, સત્તા નથી આપતું એમ નથી. ઘણાંકને કોઈ દેશ, નગર, ઘર, એટલુંજ પોતાનું સ્થાન થયેલું છે, મારૂં સ્થાન તો જ્યાં જ્યાં દૃષ્ટિનો માનસિક પણ પાત થાય, જ્ઞાતની પહોચ હોય, જ્યાં જ્યાં આત્માની સૃષ્ટિ હોય, ત્યાં સર્વત્ર છે.”

ગુલાબસિંહ આ ઉદ્‌ગારથી વિરમ્યો; અભેદ્ય એવા દિગંતમાં થઈ એની દૃષ્ટિ બંદીખાનાના અંધકારની રસૃષ્ટિમાં વિચરતે વિચરતે પોતાના બાલક ઉપર ઠરી. ફીકી પડી ગયેલી માતાના ખોળામાં તે ઉઘતું હતું, ઉંઘતા આત્મા સાથે યોગીના આત્માએ વાત કરવા માંડી. “મારી ઈચ્છા એજ જો મારૂં પાપ હોય તો મને ક્ષમા કરજો. મારી દૃષ્ટિ જે દિવ્યમાં દિવ્ય ભવિષ્ય જોઈ શકે છે તેને માટે તને સજ્જ કરવાના સ્વપ્નથી જ મારી બધી પ્રવૃત્તિ થતી હતી. શરીર જેમ રોગથી વેળાસર સુરક્ષિત થાય છે, તેમ આત્માને સર્વ પ્રકારની અનાત્મ- વાસનાથી સુરક્ષિત રાખી, તને એક ભૂમિકાથી બીજી ભૂમિકા બીજીથી ત્રીજી એમ સપ્તભૂમિકા પાર લેઈ જઈ, જે અનંત અનિવાર્ય અવર્ણ્ય આનંદ અભેદાનુભવીઓ ભોગવે છે તે ભોગવાવવો, તારા એ પ્રકારના ઉલ્લાસદ્વારા તારી