પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ગુલાબસિંહ.



તરંગ ૨.

પ્રકરણ ૧ લું.

નવો આશક.

એક રાત્રીએ ખુશનુમા ચાંદનીમાં દીલ્હી શહેરની એક વાડીએ કેટલાક મિત્રોની મંડલી કોઇ ઘટાદાર વૃક્ષ નીચે બેશી ભાંગ, દૂધ વગેરે પીતાં વાતના તડાકા મારતે મારતે કે વચમાં વચમાં ગાયનના ઝીણા તાનમાં ઝુક્તે ઝુકતે મોજ કરી રહી હતી. આ મંડલીમાં અંબરથી આવેલા એક જવાન પણ હતો. પૃથુરાજાના આશ્રયથી ધણાક કલાવંત લોકોનો નિર્વાહ થતો એટલે એની પાછળ પાછળ યપુર, અંબર આદિ સ્થાનેથી ઘણાક કુશલ લોકો દિલ્હીમાં આવતા. આ માણસ પણ એક બે મિત્રો સાથે જયપુરથી આવ્યો હતો. જો કે એ અત્યારે આખા મંડલના આનંદરૂપ હતો તથાપિ થોડો વખત થયાં કાંઈ વિચારમાં ગુમ થઈ ગયેલો જણાતો હતો. એજ મંડલમાંનો કોઈ એનો દેશી એની આવી સ્થિતિ જોઈને એની પીઠે હાથ ફેરવી બોલ્યો “કેમ લાલા! શું છે ? તને કાંઈ થાય છે? ગભરાઈ કેમ ગયો છે ? ધ્રૂજે છે કેમ? તને ટાઢ ચઢી આવી છે? તેમ હોય તો બહેતર છે કે તું ઘેર જા. આ ગામની ઠંડી રાત્રી આપણા શરીરને માફક આવતી નથી.”

“કાંઇ નહિ. હવે મને સારું છે. મારા મનમાં કાંઈક ધ્રૂજારો ભરાઈ ગયો હતો, પણ શાથી ? તે સમજાતું નથી.”

ત્યાં બેઠેલા સર્વ કરતાં વધારે ભવ્ય આકૃતિવાળો આશરે ત્રીસેક વર્ષની ઉમરે પહોંચેલો કોઈ જવાન એકદમ લાલાજીની તરફ નજર કરીને જોવા લાગ્યો. “તમે જે કહો છો તે હું સમજ્યો હોઉં એમ મને લાગે છે.” તે હસતે વદને બોલ્યો “અને તમારા કરતાં તેનો હું વધારે સારો ખુલાસો આપી શકીશ એવી મને ખાત્રી છે.” મંડલીમાંના સર્વ તરફ જઈને કહેવા લાગ્યો કે “ભાઈઓ ! તમને સર્વેને અનુભવ તો હશે જ કે કોઈ રાત્રીએ જ્યારે આપણે એકાંતમાં બેઠા હોઈએ છીએ, તે વખતે કોઈ પ્રકારની અપૂર્વ