પૃષ્ઠ:Gulabsinh.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ગુલાબસિંહ.

બનાવોને પણ અનુકૂલ યોગ થઈ રહે છે. તારે બેમાંથી એક વાત પસંદ કરવાની છે. ઉજળો અને ખરો પ્રેમ તને સુખ આપી ભયમાંથી બચાવશે, ગાંડી વિષયવાસના તને દુઃખમાં ને મહા નરકમાં ફસાવશે પરણવાનો હેતુ વિષયવાસનાની તૃપ્તિ જેટલો જ ન સમજીશ; જે આત્મા અજ્ઞાનથી સ્વ કરતાં અન્યને અનુભવતો નથી તે પોતાના પ્રદેશને સર્વમય કરી લે તે માટેની કેળવણીને અર્થે પરણવું છે એ જાગ્યા વિના દુઃખજ પ્રાપ્ત થશે.”

“તમે તો ભવિષ્યની વાત સમજવાનું સામર્થ્ય પણ રાખતા જણાઓ છો !”

“બસ, મારે જેટલું કહેવાની મરજી હતી તેટલું મેં કહ્યું.”

લાલાએ જરા હસતે મોઢે કહ્યું “મારા મહેરબાન ગુલાબસિંહ ! મને તમે આવો ઉપદેશ આપવાનું લઈ બેઠા છો, ત્યારે તમને એટલું જ પૂછું કે, તમે ? પોતે કન્તિ ભરેલા જવાનીના બહાર તરફ એટલી ઠંડી નજરે જોઈ શકો છો કે તે તમે તેના આકર્ષણ આગળ પથ્થરની પેઠે સ્થિર રહી શકો ?”

ગુલાબસિંહે મનમાં દિલગીર થતાં સહજ હસીને કહ્યું: “જેનો આચાર વિચાર સાથે મળતો આવે તેજ શિક્ષા આપવાને યોગ્ય છે એવો જો નિયમ હોય તો આપણને ઉપદેશ આપનારની સંખ્યા બહુ થોડી નીકળે. કોઈ અમુક માણસને આચાર, પોતાના સિવાયના બીજા બહુજ છેડા માણસની દૃષ્ટિએ ચડે છે ને અસર કરે છે; પણ જે સારું કે નરતું તે હમેશને માટે કરી જાય છે, તે તો જે વિચાર પોતે પ્રવર્તાવી શકે તે ઉપર આધાર રાખે છે. માણસનાં અમુક અમુક કર્મ કેવલ ક્ષણિક અને થોડામાંજ અસર કરવાવાળાં છે, તેના વિચાર આખા જગતમાં પ્રસરી. મહાપ્રલય પર્યન્ત પણ માણસને શુભ બોધદાયક થઈ પડે તેવા છે. આપણાં પ્રસિદ્ધ અને વન્દ્ય સદ્‌ગુણો, કાયદાઓ, શાસ્ત્રો એ સર્વે પુસ્તક અને લોકવાર્તામાંથી ઉપજી આવેલાં છે અને પુસ્તક, લોકવાર્તા વગેરે કેવલ વિચારજ છે, આચાર નહિ, આચારે જોઈએ તો સર્વપુજ્ય કૃષ્ણ મહાવ્યભિચારી અને લંપટ દીસતા, પણ વિચારે જોઈએ તે તેમનાં ગીતામૃતમયવચનથી જગતમાં મોક્ષની પ્રવૃત્તિ ચાલુ છે, આચારે જોઈએ તો વિશ્વામિત્ર મહાક્રોધી ભાસતા પણ તેમના વિચારથી શ્રોતાઓ સંસારજાલથી મુક્ત થાય છે. નઠારામાં નઠારા ગામડીઆ કરતાં કંઈક મહાત્માઓની કૃતિ કનિષ્ઠ જણાઈ છે, પણ તેમના સદ્વિચારેજ જગત્ ટકી રહ્યું છે, સુખનું મૂલ રોપાયું છે, ને માણસને સમાધાન રૂ૫ ફલ મળ્યું છે. લાલાજી ! આપણા વિચાર એ આપણો દિવ્ય અંશ છે, આપણા આચાર