પૃષ્ઠ:Hind Swaraj.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧.
કોંગ્રેસ અને તેના કારભારીઓ



वाचकः

હાલ હિંદુસ્તાનમાં સ્વરાજનો પવન ચાલી રહ્યો છે. સહુ હિંદી છૂટા થવાની ઝંખના કરતા જોવામાં આવે છે. દક્ષિણ આફ્રિકામાં પણ તેવી જ જાતનો જુસ્સો ચાલી રહ્યો છે. હિંદીને હકો મેળવવાની ભારે હામ થઈ જોવામાં આવે છે. આ બાબત તમારા વિચાર જણાવશો?