પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

अधिपति :

ફેરફાર હોવા સંભવ છે. સ્વરાજને સારુ તમે અમે સહુ અધીરા બની રહ્યા છીએ, પણ તે શું એ બાબત આપણે ચોક્કસ વિચાર ઉપર આવ્યા નથી. અંગેજોને કાઢી મૂકવા એ વિચાર ઘણાખરાને મોઢેથી સંભળાય છે, પણ તે શા કારણથી એનો કંઈ વિચાર બરોબર કર્યો હોય એવું લાગતું નથી, તમને જ હું એક સવાલ પૂછું છું. કદાચ જેટલું આપણે માગીએ છીએ તેટલું બધું અંગ્રેજ આપે તો પછી અંગ્રેજને કાઢી મૂકવાની જરૂર તમે ગણો છો ખરા?

वाचक :

હું તો તેઓની પાસે એક જ ચીજ માગું. મહેરબાની કરીને તમે અમારા મુલકમાંથી જાઓ. આ માગણી તેઓ કબૂલ રાખે ને પછી તેઓ હિંદુસ્તાનમાંથી ગયા છતાં રહ્યા એમ અર્થનો અનર્થ કોઈ કરી બેસાડે તો મને હરકત નથી. તો પછી

૨૫