પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

એમ માનીશું કે ગુજરાતી ભાષામાં 'ગયા' એ શબ્દનો અર્થ કોઈ 'રહ્યા' એમ કરે છે.

अधिपति :

વારુ, આપણે ધારી લઈએ કે માગણી મુજબ અંગ્રેજો ગયા, પછી શું કરશો?

वाचक :

એ સવાલનો જવાબ અત્યારથી અપાય જ નહીં. જેવી રીતે તેઓ જાય તેને ઉપર પાછળની સ્થિતિનો આધાર રહેશે. તમે કહો છો તેમ ધારીએ કે તેઓ ગયા, તો મને લાગે છે કે તેઓએ બાંધેલું બંધારણ આપણે રાખીએ અને રાજકારભાર ચલાવીએ. તેઓ એમ જ ચાલ્યા જાય તો આપણી પાસે લશ્કર વગેરે તૈયાર જ હશે, એટલે આપણને રાજકારભાર ચલાવતાં અડચણ નહીં આવે.

अधिपति :

તમે ભલે એમ ધારો; હું તો નહી ધારું. છતાં હું તે બાબત હમણાં વધારે નથી

૨૬