પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

ચર્ચવા માગતો. મારે તો તમારા સવાલનો જવાબ આપવો રહ્યો છે. તે હું તમને જ કેટલાય સવાલ પૂછીને સારી રીતે આપી શકું. તેટલા જ સારુ કંઈક સવાલો પૂછું છું. આપણે અંગ્રેજને શા સારુ કાઢવા માગીએ છીએ?

वाचक :

કેમ કે તેઓના રાજકારભારથી દેશ કંગાલ થતો જાય છે. તેઓ દર વરસે દેશમાંથી પૈસા લઈ જાય છે. તેઓ પોતાની જ ચામડીના માણસને મોટા હોદ્દા આપે છે. આપણને માત્ર ગુલામીમાં રાખે છે, આપણી તરફ ઉદ્ધતાઈથી વર્તે છે. ને આપણી કશી દરકાર નથી કરતા.

अधिपति :

જો તેઓ પૈસા બહાર ન લઈ જાય, નમ્ર બને અને આપણને મોટા હોદ્દા આપે તો કંઈ તેઓના રહેવાથી અડચણ તમે માનો છો ખરા?

૨૭