પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

वाचक :

એ સવાલ જ નકામો છે. વાઘ પોતાનું રૂપ ફેરવે તો તેની ભાઈબંધીમાં નુકશાન ખરું? એવી જાતનો સવાલ તમે પૂછ્યો છે તે ખાલી વખત ગુમાવવાને ખાતર. જો વાઘ પોતાનો સ્વભાવ ફેરવે તો અંગ્રેજો પોતાની આદત છોડે. જે બનવા જેવું નથી તે બનશે એમ માનવું તે માણસની રીત ન જ કહેવાય.

अधिपति :

કૅનેડાને જે રાજસત્તા મળી છે, બોઅર લોકોને જે રાજસત્તા મળી છે, તેવી જ આપણને મળે તો?

वाचक :

એ પણ નકામો સવાલ છે. આપણી પાસે તેઓની જેમ દારૂગોળો હોય ત્યારે એમ થાય ખરું. પણ જ્યારે તે લોકોના જેટલી સત્તા આપણને આપશે ત્યારે તો આપણે આપણો જ વાવટો રાખીશું. જેવું જાપાન તેવું હિંદુસ્તાન, આપણને આપણો કાફલો, આપણું લશ્કર,

૨૮