પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

આપણી જાહોજલાલી અને ત્યારે જ હિંદુસ્તાન આખી દુનિયામાં ગાજી રહેશે.

अधिपति :

આ તો તમે ભલો ચિતાર ચિતર્યો. આનો અર્થ તો એ થયો કે આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી. એટલે કે તમે હિંદુસ્તાનને અંગ્રેજ બનાવવા માંગો છો. અને જ્યારે હિંદુસ્તાન અંગ્રેજી થશે ત્યારે તે હિંદુસ્તાન નહીં કહેવાય પણ ખરેખરું ઈંગ્લિસ્તાન કહેવાશે. આ સ્વરાજ મારા વિચારનું નથી.

वाचक :

મેં તો મને સૂઝે છે તેવું સ્વરાજ બતાવ્યું. જો આપણે કેળવણી લઈએ છીએ તે કંઈ કામની હોય, સ્પેન્સર, મિલ વગેરે મહાન લેખકોનાં લખાણો વાંચીએ છીએ તે કંઈ કામનાં હોય, અંગ્રેજની પાર્લમેન્ટ તે પાર્લમેન્ટોની માતા હોય તો પછી બેશક

૨૯