પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

મને તો લાગે છે કે આપણે તે લોકોની નકલ કરવી જોઈએ; તે એટલે લગી કે જેમ તેઓ પોતાના મુલકમાં બીજાને પેસવા નથી દેતા તેમ આપણે પણ ન પેસવા દઈએ. બાકી પોતાના જ મુલકમાં જે તેઓએ કર્યું છે તેવું તો હજી બીજી જગ્યાએ જોવામાં નથી આવતું. એટલે આપણે તે તો દાખલ કરવું જ ઘટે. પણ હવે તમારા વિચાર જણાવો.

अधिपति :

હજી વાર છે. મારા વિચાર એની મેળે આ ચર્ચામાં જણાઈ રહેશે. સ્વરાજ સમજવું તમને જેટલું સહેલ લાગે છે તેટલું જ મને તો મુશ્કેલ લાગે છે. એટલે હમણાં તો હું તમને એટલું જ સમજાવવા પ્રયત્ન કરીશ કે જેને તમે સ્વરાજ કહો છો તે તો ખરું જોતાં સ્વરાજ નથી.



૩૦