પૃષ્ઠ:Hind Swaraj.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

સુધીમાં પાર્લમેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં નથી આવતો. મોટા સવાલોની ચર્ચા જ્યારે પાર્લમેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠાં ઝોલા ખાય છે. તે પાર્લમેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે સાંભળનારા કાયર થઈ જાય છે. તેના એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડો' એવું નામ આપ્યું છે. મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે નીકળી આવે તો તે મેમ્બરના ભોગ સમજવા. જેટલો વખત અને પૈસા પાર્લમેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લમેન્ટ તો પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે. આ વિચારો મારા અંગત છે એમ તમે ન જાણશો. મોટા અને વિચારવાન અંગ્રેજો

૩૪