પૃષ્ઠ:Hind Swaraj.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લમેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી. બીજા મેમ્બરે કહ્યું કે પાર્લમેન્ટ તો 'બેબી' (બચ્ચું) છે. બચ્ચાંને કોઈ દહાડો તમે સદાય બચ્ચાં રહેલ જોયેલાં? આજ સાતસેં વર્ષ પછી જો પાર્લમેન્ટ બચ્ચું હોય તો ક્યારે મોટી થશે?

वाचक :

તમે મને વિચારમાં નાખ્યો. આ બધું મારે એકદમ માની લેવું એમ તો તમે નહીં જ કહો. તદ્દન જુદા વિચાર તમે મારા મનમાં પેદા કરો છો. તેને મારે પચાવવા જોઈશે. ઠીક છે; હવે 'વેશ્યા' શબ્દનું વિવેચન કરો.

अधिपति :

તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કઈંક ખ્યાલ આવશે. પાર્લમેન્ટને વેશ્યાનું નામ

૩૫