પૃષ્ઠ:Hind Swaraj.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

સાત વરસે રંગ બદલાય છે. ઘડિયાળના લોલકની માફક તે લોકો આમ તેમ ફર્યા કરે છે; ઠેકાણાસર બેસી શકતા નથી. કોઈ માણસ જરા છટાદાર હોય તે વાતો ભારે કરી દે અથવા તેઓને મિજલસ વગેરે આપે તો નગારચીની માફક ઢોલકી વગાડવા બેસી જાય છે. તેવા માણસોની પાર્લમેન્ટ તેવી જ હોય. તેઓનામાં એક વસ્તુ છે ખરી, તે એ કે પોતાના દેશને જવા નહીં દે; ને જો કોઈ તેની ઉપર નજર કરે તો તેને આંધળોભીંત કરી મુકશે. પણ તેથી કંઈ તે પ્રજામાં બધા ગુણ આવી ગયા, અથવા તે પ્રજાની નકલ કરવી, એમ કહી શકાય નહીં. જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે.

वाचक :

અંગ્રેજી પ્રજા આવી થઈ ગઈ છે તેનાં શાં કારણ માનો છો?

૩૯