પૃષ્ઠ:Hind Swaraj.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

अधिपति :

અંગ્રેજો જેઓ 'વોટર' છે (ચૂંટણી કરે છે). તેઓનું ધર્મ પુસ્તક (બાઈબલ) વર્તમાન પત્ર થઈ પડ્યાં છે. તેઓ તે પત્રમાંથી પોતાના વિચારો બાંધે છે. પત્રો અપ્રામાણિક છે; એક જ વાતને બે રૂપ આપે છે. એક પક્ષવાળા તે જ વાત મોટી કરી બતાવે છે. બીજા પક્ષવાળા તે જ વાત છોટી કરી નાખે છે. એક છાપાવાળો એક આગેવાન અંગ્રેજને પ્રામાણિક ગણશે, બીજો છાપાવાળો તેને અપ્રામાણિક ગણશે. આવા જે દેશમાં છાપાં છે તે દેશના માણસોના કેવા બેહાલ હોવા જોઈએ?

वाचक :

તે તમે જ બતાવો.

अधिपति : તે લોકો ઘડીઘડીમાં વિચારો બદલાવે છે. એમ તો એ લોકોમાં કહેણી છે કે સાત

૩૮