પૃષ્ઠ:Hind Swaraj.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

તેઓમાં સુધારાની સામે થવાના મંડળો પણ સ્થપાતાં જાય છે. એક માણસે, "સુધારો, તેનાં કારણો અને તેની દવા" એ નામે પુસ્તક લખ્યું છે. તેમાં તેણે સુધારો એ એક પ્રકારનો રોગ છે એમ બતાવી આપ્યું છે.

वाचक : આ બધું આપણે કેમ નથી જાણી શક્તા?

अधिपति : એ તો દેખાઈ આવે એવું કારણ છે. કોઈ પણ માણસ પોતાની વિરુદ્ધ વાત કરે એવું ભાગ્યે જ બને છે. સુધારામાં મોહાઈ પડેલા માણસ તેની સામે નહીં લખે; પણ તેને ટેકો મળે એવી વાતો અને દલીલો શોધે કાઢશે, આ તેઓ જાણીજોઈને કરે છે એમ પણ નથી. તેઓ જે લખે છે તે પોતે માને છે. નિદ્રાવશ થયેલો માણસ પોતાને સ્વપ્નું આવે છે તે ખરું જ માને છે. જ્યારે

૪૨