પૃષ્ઠ:Hind Swaraj.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

તેની ઊંઘ ઊડે ત્યારે જ તેને પોતાની ભૂલ માલૂમ પડે છે. આવી દશા સુધારાવશ માણસની છે. આપણે જે કંઈ વાંચીએ છીએ તે સુધારાના હિમાયતીનાં લખાણ હોય છે. તેમાં બહુ હોશિયાર અને બહુ ભલા માણસો પડ્યા છે. તેઓના લખાણથી આપણે અંજાઈ જઈએ છીએ. એમાં એક પછી એક માણસ ફસાતા જાય છે.

वाचक :

આ વાત તમે બરોબર કરી છે. તમે જે વાંચ્યું વિચાર્યું છે તેનો ખ્યાલ આપો.

अधिपति :

પ્રથમ તો સુધારો એ નામ કઈ સ્થિતિને આપવામાં આવે છે તે વિચારીએ. આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્ ની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે. તેના દાખલા લઈએ. સો વરસ પહેલાં જેવા ઘરમાં યુરોપના લોકો રહેતા હતા તેના

૪૩