પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૫
૧૨૫
હિંદનો ઇતિહાસ

શકે હુમાયુ ૧૫ પ્રથમ ગુજરાતના પઠાણુ સુલતાન અહાદુરશાહ જોડે લડવું પડયું. તેણે તેને હરાવ્યા અને ખંભાત સુધી પૂંઠે લીધી પણ ખંભાત નજીક દરિયાકિનારે પહોંચતાંજ એક હાડીમાં બેસીને તે દક્ષિણમાં દિવ બંદરે ગયેા. આ સ્થળે પોર્ટુગીઝ લૉકા થાડા વખત પર આવીને વસ્યા હતા, તેમણે તેને આશ્રય આપ્યા. પરંતુ થોડા વખત મછી તેમનેજ સાથે તેના કાળ થયા. ૪. પછી હુમાયુએ ચાંપાનેરના ડુંગરી કિલ્લા પર હુમલા કર્યાં. કિલ્લાને ચાર મહીના ઘેરા ધાબા પછી એક રાત્રે તેણે સપાટીથી દિવાલરૂપે નીકળી આવેલા એક મેટા ખડકમાં લેાઢાના ખીલા કયા અને તે ખીલાની બનાવેલી નીસરણી પર પાતાના ૩૦૦ માણસ સાથે ચડી જઈ કિલ્લા સર કર્યાં. આ કિલ્લામાં કાઈ જગાએ ભારે ખજાન સંતાડ્યો છે એમ તેના જાણવામાં આવ્યું હતું, તે ઉપરથી જે સરદારના હવાલામાં કિલ્લા હતા, તેને તે બતાવવા કહ્યું, પણ પહેલ- વહેલાં તેણે તે બતાવ્યેા નહિ ત્યારે હુમાયુનાં કેટલાંક માણસે તે તેની પાસે રીબાવીને મનાવવાને વિચાર કર્યો, પણ હુમાયુએ તેને પેાતાને મુકામે જમવા તેડયા અને તેની સાથે મિત્રાચારી કરી પુષ્કળ દારૂ પાયે, આ વખતે તે સરદારે ખજાના કર્યા છે અને કેવી રીતે કાઢવા તે બતાવી દીધું. તે એક ટાંકા નીચે એરડીમાં હતા. આ ટાંકામાંથી પાણી કાઢી નાખ્યું, તે તેની નીચેની એક એરડીમાંથી ગુજરાતના રાજાએ એકઠી કરી મૂકૅલા પૈસા હાથ લાગ્યા. હુમાયુએ પેતાના દરેક અમલદારને તેની ઢાલ ઉપર લઈ જવાય તેટલું સેનુંરૂપું હુમાયુ