પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વેદનો સમય


૩. વેદનો સમય ઇસ પૂર્વે ૨,૦૦૦થી ૧,૫૦૦ ૧. આર્યો પંજાબમાં આવ્યા ત્યારે તે પ્રદેશ જંગલથી છવાયલા હતા અને તેમની પહેલાં ધણા વખત પર આવેલા લૉકા ત્યાં વસતા હતા. ખરેખર, ત્યાં આ લોકોની શ્રેણી જાતા હતી, તેમનાં નામ પણ ઘણા વખત થયાં વીસરી જવામાં આવ્યાં છે. જેમાં અસલના આર્યં કવિએાએ તેમને દસ્યુ કે દાસ કહ્યા છે, એટલુંજ આપણે તેમના વિષે જાણીએ છીએ. ‘દાસ’ એ પ્રથમ આ અસલના લૉકાનું નામ હતું. પણ પાછળથી તેના અર્થ ગુલામ કે નાકર થયેા છે, તે ઉપરથી જણાય છે કે આ અસલના લોકાને આર્યોએ પાતાના ગુલામ બનાવ્યા હતા. જૂના વેદના મંત્રામાં તેમને કાળી ચામડીવાળા, મેડાળ ચેહરાવાળા, ચપટા નાકવાળા, કાચું માંસ ખાનારા, અને દેવને નિહ માનનારા નાસ્તિક કહ્યા છે. વખત જતાં તેમને દૂર જંગલમાં હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે તેમને અસુર, રાક્ષસ, દાનવ, દૈત્ય, એવાં નામ મળ્યાં હતાં, તુરાની કે મેગલ મુખ્યત્વે કરીને તેમના ચપટા નાકથી ઝટ એળખાઈ આવે છે. ૨. આર્ય જાતા ધીમે ધીમે પંજાબમાં પથરાઈ, તેમણે દસ્યુ લકાને હાંકી કાઢ્યા, જંગલ કાપી નાખ્યાં, અને ખેતરેા બનાવી ઘઉં તથા જવા પાક કર્યો. તેમને અસલના લેકા સાથે તેમજ ધો વખત એક બીજા સાથે પશુ લડવું પડ્યું. તે બધા એક વખતે પંજાબમાં આાવ્યા નહેાતા, પણ તેમની જુદી જુદી ટાળીઓ અને કુટુંબ એક પછી એક આવ્યાં હતાં; તેથી જેએ પહેલા આવ્યા હતા તેમણે પેાતાનાં સુંદર ધર અને ફળદ્રુપ ખેતી સ્ખરી રસાકસી સિવાય ક્યાં નહિ. આર્યે જાતાના આ મહેમાંહેના ઝધડાનું વર્ચ્યુન આપણને વેદમાંથી મળી આવે છે.