પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૨૪૭
૨૪૭
હિંદનો ઇતિહાસ

માવિસ વેલેસ્ટિ તેણે તરતજ કબૂલ રાખી, તેણે ફ્રેન્ચ લશ્કરને રજા આપી અને એક અંગ્રેજ લશ્કર હૈદ્રાબાદ મેકલવામાં આવ્યું. તે દિવસથી નિઝામ દુશ્મન તરાથી બિલકુલ ડર સિવાય પેાતાના મુલકમાં નિર્ભયપણે અમલ કરે છે અને અંગ્રેજોને દૃઢ મિત્ર અને મદદગાર છે, જો ટીપુ અને મરાઠા સરદારએ વેલેસ્કિની આ ડહાપણભરેલી ચેજના કબૂલ રાખી ડ્રાત તે। તેમને પણ નિઝામના જેવા લાભ થાત અને તેમના વંશને હાલ રાજસત્તા ભાગવતા હોત, ૩૪૭. પણ ટીપુએ મા માંગણી કબૂલ રાખી નહિ. જે અંગ્રેજ અમલદારને ગવર્નર-જનરલના પત્ર સાથે મેકલવામાં આવ્યા તેને તે મળ્યો પણ નહિ, તેથી ચોથી વખત હૈસુર સાથે લડાઈ જાહેર કરવામાં આવી. પેશ્વાને સિંધિની ધણી બીક હતી, તેથી તેના હુમલામાંથી અંગ્રેજો તેનું રક્ષણ કરે તે અંગ્રેજોને આ હૈસૂરની લડાઈમાં મદદ કરવાનું તેણે કબૂલ કર્યું; પણ બીજા મરાઠા સારા અલગ રહ્યા. ૧૭. મદ્રાસ અને મુંબઈથી એ અંગ્રેજ લશ્કરે હૈસૂર તર કૂચ કરી, મદ્રાસના લશ્કરના સેનાધિપતિ જનરલ હૅરિસ હતા અને તેની સાથે કર્નલ વેલેલિ હતું. ટીપુએ પહેલાં મુંબઈના લશ્કર પર હુમલા કર્યો પણ હાર ખાધી, પછી તે મદ્રાસના લશ્કર પર હુમલા કરવાને વસ્યા. પરંતુ ખીજી વખત પણ તે હાર્યો. ત્યારપછી તે બંને લશ્કરે તેને આંતરી લઈ તેના મુખ્ય શહેર શ્રીરંગપટ્ટમાં ધેર્યાં. થાડા દિવસમાં તાપાના મારાથી કાટના થોડેક ભાગ તેડી નાખવામાં આવ્યા, અને બધી તૈયારી કર્યાં પછી જનરલ એડૅ, જેને ટીપુએ લાંબી મુદ્દત સુધી શ્રીરંગપટ્ટણમાં કેદ સખી દુ:ખ દીધું હતું, પણ જે ગઈ લડાઈ વખતે છૂટયા હતા, તે અંગ્રેજ સિપાઈઓને લઇ સાત મિનિટમાં કાઢ પર ચડ્યો અને ત્યારપછી તેણે એક કલાકમાં શેહેર જે કર્યું. ટીપુ દરવાજા આગળ લડતાં મરાયા.