પૃષ્ઠ:Hira ni chamak.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭ : હીરાની ચમક
અણધાર્યો મેળાપ : ૪૭
 


અને નમસ્કાર કરતા નમ્ર કારકુનને ભેટી પડ્યા. સભ્ય ધનિકને શોભે નહિ એવું આ આલિંગન હતું; અને આખી મંડળીને મહેન્દ્રપ્રતાપની આંખમાંથી વહેતાં અશ્રુ જોઈને એમ જ લાગ્યું કે કદી કદી શેઠ સાહેબની ઘેલછાની વાત અહીં પ્રત્યક્ષ થતી જતી હતી. શેઠસાહેબ વારંવાર પુત્રની સામું અશ્રુભરી આંખે જોતા હતા અને ‘અમર ! મારા અમર ! અંતે તું જડ્યો ?’ એમ બોલ્યા કરતા હતા. નીચું જોઈ રહેલો એ યુવાન કાંઈ પણ જવાબ આપ્યા વગર ઉભો રહ્યો હતો, અને શેઠસાહેબના ઉચ્ચારને સહી રહ્યો હતો. કર્મચારીઓમાંથી કોઈકને એકાએક ખ્યાલ આવ્યો. કે તેમનો અમર નામનો પુત્ર એકાદ વર્ષ પહેલાં ખોવાયો હતો. કાં તો આ યુવક એ અમર પાતે હોય અગર આ યુવકમાં શેઠસાહેબને પોતાના પુત્રનો કલ્પિત ભાસ થયો હોય.

‘તું ? અહીં કારકુન? મારી જ મિલકતમાં !’ મહેન્દ્રપ્રાતાપ યુવકને ખેંચી પોતાની પાસે સોફા ઉપર બેસાડી પૂછવા લાગ્યા.

‘કાંઈ નહિ, પિતાજી મને ખૂબ અનુભવ મળ્યો અને મિલકત તો મારી કે આપની હોય જ શાની ? આપ જ એક વાર કહેતા હતા કે એ મિલકત તો પ્રભુએ દીધી છે એટલે પ્રભુની છે.’ યુવકે જવાબ આપ્યો.

મેનેજરે ઊઠીને એક નાનું સરખું સ્ટૂલ પિતાપુત્રની આગળ મૂકી દીધું અને જાતે મીઠાઈની રકાબી અને ચાના બે પ્યાલા બનાવી લઈ આવી તેમની પાસે નમ્રતાપૂર્વક મૂકી દીધા. મેનેજરને અને સહુને ખાતરી થઈ કે કારકુન તરીકે તેમણે મહેરબાનીની રાહે નીમેલો આ યુવક સર મહેન્દ્રપ્રતાપનો પુત્ર જ હતો. જ્ઞાન ઘણી ચેષ્ટાઓને બદલી નાખે છે.

‘પણ, પિતાજી મા ક્યાં છે?’

‘હું તને હમણાં જ એની પાસે કલકત્તે પાછો લઈ જોઉં છું.’

‘જી. પરંતુ મેં આ મજૂરોને વચન આપ્યું છે કે તેમની શરતો...’

‘અરે ! તારી અને તારા મજૂરોની બધી શરત કબૂલ ! પછી