પૃષ્ઠ:Hira ni chamak.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહ અને દેહી


આપણા પ્રાચીન ઋષિમુનિઓ દેહ સાથે, આત્મા સાથે અને પ્રકૃતિ સાથે અનેકાનેક આશ્ચર્યજનક પ્રયોગો કર્યે જતા હતા. ભૃગુવંશી ઋષિકુળમાં એક જરત્કારુ નામનો યુવાન થઈ ગયો. એનું નામ જે હોય તે; પરંતુ એનું સાચું નામ ભુલાઈ ગયું છે, ને ઇતિહાસ ગ્રન્થોએ તેને જરત્કારુને નામે ઓળખ્યો. જરત્ શબ્દ ક્ષીણતાવાચક છે અને ક્રિયાવાચક કારુ શબ્દ માનવીના શરીરનો- દેહનો-સૂચક છે. દેહ અને દેહની ક્ષીણતા ઉપર વિચારો અને પ્રયોગો કરતા આ ભૃગુવંશી યુવાન મુનિનો દેહ પણ એવો ક્ષીણ બનતો ચાલ્યો કે જરત્કારુ નામ તેણે પોતે જ હસતે મુખે સ્વીકારી લીધું.

દેહ ઉપર તે અનેક પ્રયોગો કરતો રહ્યો. આખી માનવજાતનો દેહ અન્નથી ટકે. જરત્કારુએ અન્ન સિવાય દેહ ટકાવવાના પ્રયોગો - કરવા માંડ્યા ને તેને લાગ્યું કે દેહ તો ફળથી પણ ટકી શકે છે, ફૂલથી પણ ટકી શકે છે અને વૃક્ષપર્ણથી પણ ટકી શકે છે. દેહની પાછળ રહેલા આત્મતત્વને શોધવાનો પ્રયત્ન કરવામાં તેને દેહ બિનજરૂરી લાગ્યો, અને આત્માની શોધમાં તેણે દેહને પાણી ઉપર, પર્ણ ઉપર અને ઘણી વાર હવા ઉપર પણ રાખવા માંડ્યો. અલબત્ત, દેહ પોષણ માગતો હતો. અને પોષણ ન મળતાં તે જર્જરિત પણ થતો જતો હતો. તેની આ મુનિને પરવા પણ ક્યાંથી હોય ? અન્ન સિવાય દેહ કેમ ટકે તેના પ્રયોગો ચાલ્યા જ કરતા હતા. દેહ કાંઇ માત્ર અન્ન માગીને જ બેસી રહેતો નથી. દેહને સ્નેહ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, વાસનાતૃપ્તિ જોઈએ છે. પરંતુ જરત્કારુ દેહ