પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


શંભુચન્દ્ર વાચસ્પતિ તો એમના સ્નેહપાશમાં એટલા બધા બંધાઈ ગયા હતા કે એમને પુછ્યા વગર પાણી પણ પીતા નહોતા. કારણ એ હતું કે અતિ વૃદ્ધ અવસ્થાને લીધે ઉઠવા બેસવામાં તથા ન્હાવા ધોવામાં ગુરુજીને બીજા કોઈના આધારની જરૂર પડતી હતી. ઈશ્વરચન્દ્ર સદા ગુરૂ સેવામાં તત્પર રહેતા અને આખો દિવસ ત્હેમની પાસે ગાળતા. સેવાથી ત્હેમણે વૃદ્ધ ગુરૂને પોતાને વશ કરી લીધા હતા. ગુરૂજી પણઈશ્વરચંદ્રની બુદ્ધિથી એટલા બધા ખુશ હતા, કે ત્હેમની સલાહને સૌથી ઉત્તમ ગણતા. એક દિવસ પંડિતજીએ ત્હેમને પુછ્યું, “બેટા, હું ઘણો વૃદ્ધ થઈ ગયો છું. ઉઠતાં બેસતાં હમેશાં એક માણસના ટેકાની જરૂર પડે છે. તેથી મ્હારો વિચાર છે, એકવાર લગ્ન કરૂં. કેમ ત્હારી શી સલાહ છે ?” ગુરૂજીની એ વાત સાંભળીને ઈશ્વર મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, “આ પંચાશી વર્ષનો ડોસો જો કોઈ છોકરી સાથે લગ્ન કરે તો એનું શું પરિણામ આવે ? શું થોડા જ દિવસોમાં એ મરી નહીં જાય ? શું ત્હેમની બાળપત્નીને જીવન પર્યન્ત વૈધવ્યના અથાગ સાગરમાં ગોથાં નહીં ખાવાં પડે ? હાય ! એ વખતે એ કોમળ હૃદયા પરતંત્ર બાલિકાની શી વ્હલે થશે !” આ બધા પ્રશ્નો ત્હેમના ચિત્તમાં ઉઠવા લાગ્યા અને ત્હેમને ઘણો સંતાપ થયો. આખરે ગળગળે સ્વરે ત્હેમણે જવાબ આપ્યો. “ગુરૂજી, હું આપના જેવો વિદ્વાન નથી, કે આપને સલાહ આપી શકું. આપે તો સંસારમાં કેટલીએ નવા જુની જોઈ છે. આવાં ;અગ્નનાં પરિણામ પણ આપે બહુ જોયાં હશે. મારી અવસ્થામાં ઢંગધડા વગરનું અને અનુચિત લગ્ન કરવું આપ યોગ્ય સમજો છો? એક નિરપારાધિ બાલિકાના જીવનના બધા સુખને ધુળમાં મેળવી દેવાનો આપને શો અધિકાર છે ! કેવળ પોતાના સ્વાર્થને સારૂ એક કોમળ પ્રાણને આખી જીંદગી સુધી રોવડાવ્યા કરેવો, એ આપ જેવા બુદ્ધિમાનને છાજે?” પંડિતજીએ મુંગે મ્હોંએ ઈશ્વરચન્દ્રની વાત સાંભળ્યા કરી અને ઉત્તરમાં ત્હેમના બન્ને હાથ પકડીને ઘણી નમ્રતાપૂર્વક પોતાના લગ્નની વાત આવશ્યક બતાવીને ત્હેમની એ કાર્યમાં