પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


કરવા શરૂ કર્યા. શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવવા જવાનો સમય નક્કી કર્યો અને પરીક્ષા લેવાની નવી પદ્ધતિ દાખલ કરી તેથી એ ર્વર્ષનું પરિણામ સારું આવ્યું અને કૉલેજના અધ્યક્ષ ત્હેમના ઉપર ઘણા ખુશ થયા. ત્હેમના ઘડેલા કાયદા પ્રમાણે આજ પણ સંસ્કૃત કૉલેજમાં શિક્ષણ અપાય છે.

આપણા દેશમાં પ્રાયઃ ઘણા લોકો પોતાની અને પોતાના દેશની મર્યાદાનો નાશ કરીને ઉપરીઓની મહેરબાના મેળવે છે, ભણ્યા ગણ્યા લોકોમાંથી પણ આ દોષાને અપવાદ રૂપ ઘણા થોડા મળી આવે છે. પણ વિદ્યાસાગર મહાશય, સાહેબ અમલદારોને હાથે શિરપાવ મેળાવવા માટે કોઈ દિવસ માથું નમાવતા નહીં. અંગેજોના પ્રસાદથી ફૂલીને ફુલણજી બનનારા અને સાહેબની કૃપા ઉપર જીવનારા આપણા કેટલાક દેશીઓ માફક એ આત્મસન્માનના ભોગે માન અકરામ કે પ્રતિષ્ઠાની જરાપણ પરવા કરતા નહીં. એક ઉદાહરણથી સ્પષ્ટ જણાઈ આવશે, કે એમને આત્મસન્માનનું કેટલું બધું ભાન હતું. એક દિવસ કોઈ કાસ કામને માટે વિદ્યાસાગર હિન્દુ કૉલેજના પ્રિન્સિપાન્ન કાર સાહેબ પાસે ગયા હતા. કાર સાહેબ જરા તુમાખી મિજાજના હતા અને દેશી આદમીને માટે એમને જરા સુગ હતી, તેથી વિદ્યાસાગરના આવવાની કંઈ પંઅ પરવા ન રાખતા, ટેબલ ઉપર બૂટ ચહિત લાંબા પગ રાખીને, ખુરસીમાં અઢેલીને અડધા સુતા હોય એમ બેસી રહ્યા. વિદ્યાસાગરને સાહેબના આ આચરણથી ઘણું અપમાન લાગ્યું, પણ એ વખતે તો ગમ ખાઈને પોતાનું કામ પતાવી દઈને ઘેર ચાલતા થયા. એક દિવસ એવો પ્રસંગ આવ્યો, કે મિસ્તર કારસાહેબને કોઈ કામ પ્રસંગે વિદ્યાસાગરને ઘેર જવું પડ્યું. આ વખતે વિદ્યાસાગર પણ એવીજ રીતે પોતાનું નિત્યનું ન્હાનું પંચીઉં પહેરીને પોતાની ચંપલોથી પરિશોભિત અડધાં ઉઘાડાં ચરણ કમળ, ટેબલ ઉપર ફેલાવીને, ખુરસી, ઉપર અડધા આડા થઇને પડ્યા રહ્યાં. ઓરડામાં પેઠા પછી કારસાહેબ વિદ્યાસાગરનું આ આચરણ જોઈને ઘણાં જ ગુસ્સે થયા. ત્ય્હાં સાહેબને