પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આદરવામાં આવ્યો છે. બીજું એ કે રા. કૃપાશંકરનાં પુસ્તકને પ્રગટ થયે લગભગ બાર વર્ષનો અરસો થઈ ગયો છે. તે સમયમાં ઘણા પ્રતિષ્ઠિત બંગાળી લેખકોએ વિદ્યાસાગરના નવાં જીવન ચરિત્રોર લખ્યાં છે, અને ત્હેમના ચરિત્ર સંબધી ઘણી નવી ધટનાઓ એ અરસામાં બહાર આવી છે. એ સર્વ પુસ્તકોને આધારે પ્રસ્તુત પુસ્તક રચાયું છે. જે પુસ્તકોને આધારે આ ગ્રન્થ રચવામાં આવ્યો છે, ત્હેમનો ઉલ્લેખ અન્યત્ર કરવામાં આવ્યો છે. હું તે સર્વ લેખકોનો ખાસ અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

આ પુસ્તકના કેટલાક ભાગનું જાહેર વાંચન, ગયે વર્ષે, વિદ્યાસાગરની જન્મ તિથિને દિને, અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં, ગુજરાત સાહિત્ય સભા તરફથી, મ્હારા સન્મિત્ર ડૉક્ટર જરિપ્રસાદ વૃજરાય દેસાઇએ કર્યું હતું. એ પ્રસંગે પ્રમુખસ્થાને બિરાજીને તથા આ ચરિત્ર પુસ્તકકાર પ્રગટ થતી વખતે ત્હેનુ સમર્પણ સ્વીકારીને રા. બા. લાલશંકરભાઈએ મ્હારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. બંગાળના એક પ્રસિદ્ધ સુધારકનું ચરિત્ર. ત્હેમનાજ જેવા, ગુજરાતના એક વૃદ્ધ અને દૃઢ સુધારકને સમર્પિત થાય એ મ્હને ઘણું જ બંધ બેસતું લાગે છે. હું તો એ ઉભય મહાશયોની ચરિત્રમાં ઘણીજ સામાનતા જોઉં છું. રા. બા. લાલશંકરભાઈએ પણ વિદ્યાસાગરની માફક એક ઉચ્ચ વેદાધ્યાયી કુટુંબમાં જન્મ ધારણ કર્યો છે. બાલ્યાવસ્થામાં ત્હેમને પણ સંસ્ક્ર્ત ભાષા અને સામવેદના કર્મકાંડાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિદ્યાસાગરના પિતા ઠાકુરદાસની પેઠે સ્વર્ગસ્થ વેદ મૂર્તિ ઉમિયાશંકરજી ત્રવાડીની સ્વાભાવિક ઇચ્છા પણ કદાચ એજ હશે કે ત્હેમના સત્પુત્ર પોતાનીજ માફક એક દક્ષ કર્મ કાંડી તરીકે ખ્યાતિ મેળવે. પરન્તુ રા. બા. લાલશંકરભાઈ સ્વેચ્છા અને જાત મહેનતથી, અંગ્રેજી ભાષા અને કાયદાનું સારૂં જ્ઞાન મેળવીને, વિદ્યાસાગરની માફક જ સરકારની ઉત્તમ સેવા બજાવવા ભાગ્યશાળી નીવડ્યા છે, સનાતન ધર્મી નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા છતાં પણ પોતે વિદ્યાસાગરની માફક લોકાચારના હાનિકારક